વરસાદી માહોલ વચ્ચે બે ત્રણ વરસાદી ઝાપટા ઠંડક, લોકોને થોડા અંશે ગરમીથી રાહત

દેવરાજ બુધેલીયા
સિહોર સહિત જિલ્લામાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે. જ્યારે વાતાવરણમાં વરસાદી વાદળો ઘેરાયા બાદ હાથતાળી આપી જતા રહે છે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો સવારથી લઈ સાંજ સુધીમાં બે થી ત્રણ વરસાદી વરસી પડ્યા હતા જેના કારણે લોકોને મહદઅંશે ગરમીથી છુટકારો મળ્યો છે સિહોર કે જિલ્લામાં લોકો ચાતકની જેમ વરસાદની આતુરતાથી રાહજોઈ રહ્યા છે.

આજે સવારથી કાળા ડિબાંગ વાદળોથી આકાશ ભરાઈ ગયું હતું. પણ પલભરમાં વિખેરાઈ ગયું અને લોકોની આશા ઠગારી નિવડી હતી. સતત ગરમી અને અકળામણથી કંટાળેલા શહેરીજનો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે આજે બે થી ત્રણ વરસાદી ઝાપટાઓના કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે અને અસહ્ય ગરમીથી છુટકારો મળ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here