પ્રાથમિક શિક્ષકોનો અન્યાય મામલો મુખ્યમંત્રી સુધી : સિહોરના જયરાજસિંહ મોરીએ શિક્ષકોના હિતમાં કરી રજૂઆત

બ્રિજેશ ગૌસ્વામી
છેલ્લા ઘણા સમયથી વિવિધ સમસ્યા અને અલગ અલગ મુદ્દાઓને લઈ રાજ્ય સરકાર બરોબર ભીંસમાં મુકાઈ છે હજુ એલઆરડી યુવાનોની વાત શમી નથી ત્યાં શિક્ષકોની સમસ્યાઓ સામે આવી છે જે મામલો મુખ્યમંત્રી સુધી પોહચ્યો છે અને આ બાબતે કોંગ્રેસના અગ્રણી જયરાજસિંહ મોરીએ રજૂઆત કરી છે ગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા આ દેશના ભાવિ ઘડતર માં જેનો મુખ્ય ફાળો છે એવા શિક્ષકો નું સતત શોષણ અને અન્યાય થઈ રહ્યો છે. સરકાર નો એક પણ કાર્યક્રમ એવો નહીં હોય, જેમાં પ્રાથમિક શિક્ષકોની જવાબદારી ના હોય.

શિક્ષણ સિવાયના જે કાર્યો શિક્ષકોને સોંપવામાં આવે છે , એમની પણ એક લાંબી યાદી થાય એમ છે. આમ છતાં જ્યારે પણ શિક્ષકોના હકની વાત આવે છે, ત્યારે સતાધીશો દ્વારા મોઢું ફેરવી લેવામાં આવે છે. હમણાં જ ગુરુપૂર્ણિમાનો તહેવાર ગયો છે ત્યારે ગુરુની ગરિમા ભૂલી ગયેલા અધિકારીઓ/પદાધિકારીઓ એ ના ભૂલે કે તેઓ પણ એક શિક્ષકની જ દેન છે. ૪૨૦૦/- ગ્રેડ પે એ શિક્ષકોનો હક છે અને સરકારે તે આપવો જ પડશે તેમ જણાવી સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહમંત્રી જયરાજસિંહ મોરીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here