સિહોર સહિતના ગ્રામ્ય ટાણા મઢડા સોનગઢ સણોસરા ઉસરડ સહિતના વિસ્તારોમાં છેવાડાના લોકોને પણ પ્રાથમીક સારવાર મળશે, આજથી ૪ રથ શરૂ કરાયા

હરેશ પવાર
સિહોર શહેર તેમજ આજુબાજુના વિસ્તારોમાં ધન્વંતરી આરોગ્ય રથનો પ્રાંરભ કરાયો છે સાથે લોકોની પ્રાથમિક તપાસણી સ્થળ પર જ કરવામાં આવી હતી તેમજ લોકોને હોમિયોપેથી તથા આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. હાલમા ભારત દેશ તથા સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા સિંહોરના લોકોને આરોગ્યની સેવાઓ મળી રહે તે હેતુસર ધન્વંતરી આરોગ્ય રથની શરૃઆત કરવામાં આવી છે.

આ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા સિહોરના છેવાડાના વિસ્તારો સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને તાવ, શરદી, ઝાડા,ડાયાબીટીસ, બીપી, ચામડીના દર્દો વગેરેના નિદાન અને સ્થળ પર પ્રાથમિક સારવારની સેવાઓ આપવામાં આવશે ત્યારે તાલુકા હેલ્થ અધિકારી ડો.જયેશભાઈ વંકાણી, તાલુકા હેલ્થ સુપરવાઈઝર અનિલભાઈ પંડિતના માર્ગદર્શન હેઠળ અર્બન હેલ્થ સેન્ટર સિહોર ખાતે આરોગ્ય ધનવંતરી રથનો પ્રારંભ થયો છે.

પછાત વિસ્તારના લોકો સુધી સારવાર મળે તે હેતુથી ધનવંતરી રથ શરૂ કરાયો છે સિહોર સાથે ટાણા મઢડા, સોનગઢ સણોસરા, ઉસરડ સહિતના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આરોગ્ય રથો ફાળવાયા છે કુલ ૪ રથો આજથી શરૂ કરાયા છે આગેવાનો અગ્રણીઓની હાજરીમાં આરોગ્યના રથોનો પ્રારંભ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here