સિહોર સેન્ટરનું કેન્દ્ર પાલીતાણાના અપાયું છે એ પણ ઘણા સમયથી બંધ છે રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં વારો આવતો નથી, ખેડુતોનો બળાપો

બ્રિજેશ ગૌસ્વામી
જગતનો તાત મહા મુશ્કેલીઓ માંથી પસાર થઈ રહ્યો છે અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કરી પાટુ મારી ધન પકવતો ખેડૂત હવે અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે સિહોરના ટાણા ગામે ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા છે હૈયાવરાળ ઠાલવી છે અને સિહોરમાં કપાસ કેન્દ્ર ફાળવવાની માંગ કરાઈ છે ખેડૂતોનું કહેવું છે સિહોર અને તાલુકાના ૮૨ ગામોના હજારો ખેડૂતોનો ટેકાના ભાવે કપાસ કરી કર્યો નથી ગતવર્ષ અતિવૃષ્ટિ કમોસમી વરસાદ અને હાલ લોકડાઉનના કારણે ખેડૂતની હાલત અતિ કફોડી બની છે.

સિહોર ખાતેનું કપાસ કેન્દ્ર પાલીતાણા ખાતે ફાળવાયું છે તે પણ કેટલા સમયથી બંધ છે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ખરીદીમાં વારો લેવાતો નથી ત્યારે સિહોર ખાતે કપાસ કેન્દ્ર ફાળવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે સિહોર ખાતે કેન્દ્ર શરૂ કરવામા ન આવે તો ખેડુતોને મજબૂરીમાં ઓછા ભાવે કપાસ વેચવા મજબુર થવું પડશે જેથી વહેલી તકે કપાસ કેન્દ્ર સિહોર ખાતે ખોલવાની માંગ ખેડૂતોમાં થઈ છે અને આજે સમગ્ર મામલે ટાણા ગામે ખેડૂતો રોડ પર ઉતરી આવ્યા હતા અને મીડિયા સામે પોતાની હૈયાવરાળ ખેડૂતોએ ઠાલવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here