સિહોરના સુરકાના દરવાજાથી ટાણાના રસ્તાનું સમારકામ આખરે શરૂ

બ્રિજેશ ગૌસ્વામી
આજથી આઠ દિવસ પહેલા એટલે તા.૩ જુલાઈ ૨૦૨૦ ના રોજ શંખનાદ પેપરમાં સિહોરના સુરકાના દરવાજા થી ટાણા રોડે જતા અતિ બિસમાર હાલતમાં હોવાથી લોકોને પડતી હાલાકીને લીધે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. અહેવાલના પ્રસારિત કર્યાના એક અઠવાડિયા ની અંદર જ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી દેવામાં આવી છે. આજે સુરકાના દરવાજા થી તંત્ર દ્વારા રસ્તાનું રીપેરીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરકાના દરવાજા થી ટાણા રોડ ઉપર મોટા પ્રમાણમાં લોકોની અવરજવર રહે છે.

અહીંથી પસાર થતા રાહદારીઓ માટે અહીંથી પસાર થવું એટલે માથાના દુખાવા સમાન રસ્તો હતો. અહીંથી સાઇકલ લઈને પણ પસાર થવું હોય તો સો વખત વિચાર કરવો પડે તેવી હાલત રસ્તાની થઈ ગઈ હતી. લોકોને પડતી તકલીફોને શંખનાદ એ સમજીને તંત્રના કાન સુધી લોકોની સમસ્યાઓ પહોંચાડી હતી. શંખનાદ ઈંપેક્ટ હર વખતની જેમ ફરી વાર તંત્રમાં પડી હતી. શંખનાદ અહેવાલ બાદ તંત્રએ લોકોની સમસ્યા સમજીને તાત્કાલિક ધોરણે રસ્તાના સમારકામ માટે કામગીરી આરંભી દેવાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here