સિહોર વિદ્યામંજરી ખાતે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા – ૨૦૧૯ નું સફળ આયોજન

દેવરાજ બુધેલીયા
સિહોર વિદ્યામંજરી જ્ઞાનપીઠ, સંસ્કૃતિ સ્કૂલમાં આજે રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા – ૨૦૧૯ નું કેન્દ્ર ફાળવવામાં આવેલ. જેમાં જુદી – જુદી શાળાઓમાંથી લગભગ ૩૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષા જુદાં – જુદાં ત્રણ સેશનમાં સવારે ૧૦:૩૦ થી ૦૫:૩૦ સુધી આયોજીત થયેલ છે. આ પરીક્ષાની સંપુર્ણ તૈયારી નિહાળવા માટે શાળાનાં સંચાલકશ્રી પી.કે મોરડીયાએ દરેક બ્લોકનું વ્યવસ્થિત નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન વિદ્યાર્થીને પુરૂ પાડ્યુ હતું. આ પરીક્ષાને સફળ બનાવવા માટે વિદ્યામંજરી જ્ઞાનપીઠ શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here