સિહોર રામનગર પ્લોટ વિસ્તારમાં બે ઘરના પરિવારો કન્ટેન્ટમેન્ટ ઝોન છે, મજુર પરિવારોને ઘરે ખાવાના ફાંફાઓ છે, કરીયાણું ખૂટી ગયું છે, તંત્રના અધિકારીઓ કહ્યું અમે વ્યવસ્થા નહિ કરી શકીએ, રજૂઆતો થઈ

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા વોર્ડ નંબર ૨ રામનગર પ્લોટ વિસ્તારમાં વિજયભાઈ સોલંકીના ધરની બાજુમાં કોરોના પોજીટીવ કેસ આવેલ જે અનુસંધાને અર્બન હેલ્થ સેન્ટર ટિમ નગરપાલિકાના સ્ટાફ અને પોલીસ દ્વારા છેલ્લા ૧૦ દિવસથી તેઓનું મકાન સીલ કરવામાં આવ્યું છે તે લોકો ગરીબ છે મજૂરી કરનારા છે મજૂરી ઉપર જાય તોજ ખાવાનું લાવી શકે છેલ્લા ૧૦ દિવસથી તેના પરિવારના પાંચ સભ્યો માથી કોઈ કામ ઉપર જઈ સકતા નથી અને તેની પાસે અનાજ કરિયાણું લાવવા ના પૈસા નથી તે લોકો મજૂરી ઉપર જીવનારા લોકો છે.

તેને રોજગારી બંધ રહે ત્યાં સુધી તેને જમવાની વ્યવ્યથા માનવતા ધોરણે સરકાર દ્વારા કરવામાં આવે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ માવજી સરવૈયાએ કહ્યું કે અર્બન હેલ્થ સેન્ટર ના ડૉ વંકાણી સાહેબ અને નગરપાલિકાના વિજયભાઈ સાથે વાત કરી તો તેણે કીધું કે અમારી કોઈ જવાબદારી નથી તમે મામલતદાર ને કહો ત્યારે સમગ્ર બાબતને લઈ માવજી સરવૈયાએ મામલતદારશ્રી ને રજુઆત કરી હતી અને માનવતાના ધોરણે પ્રાથમિક જમવા ખાવાની વ્યવસ્થા કરવા માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here