બાબા સાહેબની પ્રતિમાને અજાણ્યા શખ્સ દ્વારા ધોર અપમાન સામે ચોમેરથી રોષ, સવારના સમયે દલિત સમાજના ટોળા મેઈન બજારમાં એકઠા થયા, અજાણ્યા શખ્સનું કૃત્ય, દલિત આગેવાનોની યોગ્ય કાર્યવાહીની માંગ, પોલીસમાં ફરિયાદ, તપાસનો ધમ-ધમાટ

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોરમાં આંબેડકર ચોક ખાતે બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પર કોઈ અજાણ્યા ઈસમ દ્વારા તેમના મુખને ડોલ વડે ઢાંકી દઈ તેમજ બાજુમાં દારૂની ખાલી બોટલ મૂકી દેતા ભારે ચકચાર મચી છે બનાવને લઈ સવારના સમયે દલિત સમાજ આગેવાનોને જાણ થતાં તેઓ મોટી સંખ્યામાં બાબા સાહેબના સ્ટેચ્યુ ખાતે દોડી ગયા હતા.તેમજ આ અંગે પોલીસ ને જાણ કરી આ કૃત્ય કરનાર ને ઝડપી યોગ્ય કાર્યવાહી ની માંગ કરી છે બનાવમાં દલિત સમાજના આગેવાનોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

સિહોર મેઈન બજારમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જે આંબેડકર ચોકમાં આવેલી છે જ્યાં ગઇકાલ રાત્રિથી વહેલી સવાર સુધીના અરસાના કોઈ પણ સમયે બાબા સાહેબની પ્રતિમાના મુખને કોઈ શખ્સ દ્વારા ડોલ વડે ઢાંકી દારૂની ખાલી બોટલ મૂકી દીધી હતી આ કૃત્યની જાણ થતાં દલિત સમાજના આગેવાન માવજી સરવૈયા અને અન્ય દલિત અગ્રણીઓને થતા આંબેડકર ચોકમાં આવેલ પ્રતિમા સ્થળે પોહચીને રોષ વ્યકત કર્યો હતો બનાવમાં આગેવાનોના ટોળા એકઠા થયા હતા.

કૃત કરનાર સામે રોષ ઠાલવી બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી પોલીસ અધિકારી પીઆઇ કે.ડી અને સ્ટાફ સ્થળે પોહચી દલિત આગેવાનો સાથે ચર્ચા કરીને બનાવમાં પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરી છે ઉલ્લેખનીય છે આ બનાવને લઈ કૃત કરનાર સામે ચોમેર રોષ વ્યાપ્યો છે દલિત અગ્રણીઓ દ્વારા મામલતદારશ્રી ને રજુઆત કરવામાં આવી છે કૃત્ય કરનાર સામે કાર્યવાહીની માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here