બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓના સિહોરમાં ધામાં, સિહોર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ઘટનાને વખોડી કાઢી

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
આજે સવારે સિહોરના આંબેડકર ચોકમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાના માથે ડોલ ઊંઘી વાળી બાજુમાં દારૂની બોટલ મુકવાનો મામલો દિવસભર ટોક ઓફ ધ ટાઉન રહ્યો છે બનાવને લઈ જિલ્લા પોલીસની ઉચ્ચ ટિમો સિહોર ખાતે દોડી આવી હતી અને બનાવને લઈ દલિત સમાજમાં ભારે રોષ ભભૂકયો છે આ પ્રકારે મૂર્તિનું મોંઢુ ડોલ દ્વારા ઢાંકી અને બાજુમાં દારૂની બોટલ મુકીનાર શખ્સ કયા ઈરાદા ધરાવતો હતો.

તે જો જાણી શકાયું નથી કારણ કે આ કોનું કૃત્ય છે તે હજુ સામે આવ્યું નથી, પરંતુ જે લોકોને બાબા સાહેબ પર લાગણી છે તે આ દ્રશ્ય જોઈને લાલઘૂમ થઈ ગયા છે. દલિત સમાજના કેટલાક લોકો તો તુરંત દોડી આવ્યા અને તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ ઢાંકેલી ડોલ કાઢી નાખી હતી અને જગ્યાને સાફ કરી હતી. ઉપરાંત તેમણે પોલીસને પણ જાણ કરી હતી. તેમણે પોલીસ સમક્ષ આ કૃત્ય આચરનાર દુષ્ટ વ્યક્તિ સામે તુરંત પગલા લેવાય તેવી માગ કરી હતી.

બનાવને લઈ જિલ્લા પોલીસની ઉચ્ચ ટિમો સિહોર ખાતે દોડી આવી હતી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે બનાવની પોલીસમાં પણ ફરિયાદ થઈ ચૂકી છે જ્યારે સિહોર કોંગ્રેસ જયદીપસિંહ ગોહિલે પણ ઘટનાને વખોડી કાઢી છે અને સખત કાર્યવાહીની માંગ સાથે ઘટનાને લઈ દિવસભર શહેરમાં ટોક ઓફ ટાઉન રહ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here