સિહોર નગરપાલિકાએ પાણી વેરામાં મૂંગા મોઢે છાનામના ૫૦૦% ટકાનો વધારો કરી દીધો, શહેરના વરિષ્ઠ અગ્રણી કિશનભાઈ મહેતાએ આક્રોશ સાથે કહ્યું વેરો ભરતા નહિ

કિશનભાઈ કહ્યું સમયસર અને સ્વચ્છ અને ફિલ્ટર વાળું પાણી મળતું નથી, આજે પણ આઠ આઠ દિવસે પાણી વિતરણ થાય છે વેરામાં ૧૫૦ રૂપિયાના ૬૦૦ કરી દીધા, કિશનભાઈએ કહ્યું વધારો અસહ્ય છે ૫૦૦% રકમ વધારી દીધી છે બની શકે તો કોઈ વેરો ભરતા નહિ

મિલન કુવાડિયા
સિહોર નગરપાલિકા શાશકો દ્વારા પાણી વેરામાં છાનામના મૂંગામોઢે પાછલા બારણેથી ૫૦૦% ટકાનો વેરામાં વધારો કરીને શહેરની જનતા માથે ભારે મોટો બોજ લાદી દીધો છે ત્યારે સિહોરના વરિષ્ઠ અગ્રણી કિશનભાઈ મહેતાએ આક્રોશ વ્યક્ત કરીને પ્રજાના માથા પર ઠોકવામાં આવેલ અસહ્ય અને આકરા બોજ સામે તંત્ર સત્તામાં બેઠેલા લોકો સામે રોષ ઠાલવ્યો છે પાણીના વેરા મુદ્દે અગાઉ ઘમાસાણ મચી ચૂક્યું છે સમગ્ર મામલે વિપક્ષ અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશોને બરાબર ભારે ભીસમાં લઈને વેરાનો વિરોધ કર્યો હતો.

જ્યારે જેતે સમયે ભાવનગર ચેમ્બર દ્વારા પણ ભારે દેકારો મચાવી વેરા મામલે હોહા કરી હતી ત્યારે આજે એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે સિહોરની જનતાના માથે ૫૦૦% ટકાનો વેરાનો વધારો પાછલા બારણેથી જીકી દેવાયો છે અને વેરા વધારાની સૌ પ્રથમ વાત કિશનભાઈ મહેતા કરી છે એમણે આક્રોશ સાથે કહ્યું કે હાલ કોરોનાની મહામારી છે લોકોના ધંધા રોજગાર ઠપ્પ છે અને બીજી બાજુ કેન્દ્રની નરેન્દ્રભાઈની અને રાજ્યની વિજયભાઈની સરકારે પ્રજા લક્ષી અનેક નિર્ણયો લઈને પ્રજાને રાહત આપી છે.

પરંતુ સ્થાનિક નગરપાલિકામાં ભાજપના સત્તાધીશોએ પાછલા બારણેથી પ્રજાના માથે ૫૦૦% ના વધારા સાથે ભારે મોટો બોજ લાદી દીધો છે કિશનભાઈ કહ્યું હતું કે પાણી વેરા મામલે અગાઉ સાધારણમાં પણ કોંગ્રેસ દ્વારા વેરા વધારાના વિરોધ કરાયો હતો સાથે સહી ઝુંબેશ આવેદન રજુઆત આંદોલન સહિતના કાર્યક્રમ વિપક્ષ અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા આક્રોશ સાથે વધુમાં કહ્યું હતુ કે આજના દિવસે લોકોને સમયસર પાણી મળતું નથી મળે છે એ પણ દુર્ગધ અને ફિલ્ટર વગરનું પાણી સપ્લાય થાય છે.

અગ્રણીએ મુખ્ય બાબત એવી જણાવી છે કે બની શકે તો શહેરની જનતા વેરો ભરે નહિ અને ૫૦૦% ટકાનો કમરતોડ વેરા વધારાનો વિરોધ નોંધાવે તેવું અંતમાં કહ્યું હતું ત્યારે શાસકોએ પાછળના બારણે વેરામાં વધારો કરીને પ્રજાની પીઠ પાછળ રહી વેરા નામનું ખંજર ભોકીને રાખી દીધું છે સમગ્ર મામલે દેકારો થાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here