અમારા સહયોગી ગૌતમ જાદવે કહ્યું હમી હાંજે અમારા ગામમાં ભારે વરસાદ આવ્યો અને મેઘવદર સિહોરનો રોડ પણ બંધ થયો એટલું જ નહીં પુલ ઉપર પાણી આવ્યું અને વાહનચાલકો પણ અટવાયા

ગૌતમ જાદવ
સમી સાંજે સિહોરના મેઘવદર અને આજુબાજુ વિસ્તારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે અષાઢને હવે થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે મેઘરાજાની કાગડોળે રાહ જોવાઇ રહી છે આકાશમાં ઘટાટોપ વાદળો થાય છે પરંતુ મેઘરાજા મનમૂકી વરસતા નથી પરંતુ આજે સિહોરના મેઘવદર ગામે મેઘરાજા મનમૂકી વરસ્યા છે વાડી ખેતરમાં પાણી ભરાયા છે અમારા સહયોગી ગૌતમ જાદવ કે જેઓ મેઘવદર ગામે રહે છે અભ્યાસની સાથે સાથે ગૌતમ નોકરી પણ કરીને તેમના પિતા અને પરિવારને સહકાર આપે છે.

જેઓ અમારા સહયોગી બ્રિજેશ ગૌસ્વામીની ખાસ નજીકના મિત્ર છે મેઘવદરમાં ભારે વરસાદના પગલે ગૌતમ જાદવએ જણાવ્યું હતું કે સિહોર પંથકમાં આજે મેઘાવી માહોલ જામ્યો છે.જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મેહુલિયો મન મૂકી ને વરસી રહ્યો છે.જેમાં મેઘવદર ગામે આજે ધોધમાર વરસાદ વરસતા નદીમાં પુર આવ્યા છે.જેને લઈ એક ગામથી બીજે ગામ જવાની રસ્તો હાલ પુરના કારણે બન્ધ થઈ ગયો છે.

જો કે સારા વરસાદ ને લઈ ખેડૂતો ખુશખુશાલ છે તો લોકો પણ નદીના પુર ને નિહાળવા ઉમટી પડ્યા હતા ખેતરોમાં પાણી ભરાયા છે વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે ઉલ્લેખનીય છે કે મેઘવદર આજુબાજુના વિસ્તારોમાં વરસાદના કારણે સિહોરની જીવાદોરી સમાં ગૌતેમેશ્વર સાથે સુરકા તળાવમાં પણ નવા નીર આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here