નગરપાલિકા પ્રમુખને સવારમાં આગેવાનો રૂબરૂ મળ્યા રજૂઆત કરી તાત્કાલિક અમલવારી થઈ રાત્રીના સમયે પ્રતિમા આજુબાજુ કેમેરાઓ લાગ્યા

હરેશ પવાર – બ્રિજેશ ગૌસ્વામી
સિહોર મેઈન બજારમાં બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને મુખે કાળી ડોલ ઢાંકીને દારૂની બોટલ મુકવાના સમગ્ર મામલે ભારે ચકચાર મચી છે ગઈકાલની ઘટના બાદ આગેવાનો દ્વારા પોલીસમાં ફરિયાદ તંત્ર સમક્ષ રજૂઆત ઉચ્ચ સ્તરે દલિત ધારાસભ્યો સહિત અગ્રણીઓને ઘટનાની જાણ બનાવમાં પોલીસના ઘાડેઘાડા તપાસ માટે ઉતરી ગયા અને સમગ્ર બનાવમાં છેલ્લા બે દિવસથી મામલો ટોક ઓફ ધ ટાઉન રહ્યો છે.

આ બનાવમાં આજે પણ સવારથી પોલીસનો ધમ-ધમાટ રહ્યો વેપારીઓના સીસીટીવી ચેક સહિતની વિવિધ ટિમો દ્વારા સઘન તપાસ વચ્ચે આજે સિહોર નગર પાલિકામાં દલિત આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઇ સિહોર નગરપાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકર પ્રતિમા આજુબાજુમાં સીસીટીવી કેમેરાઓ તાત્કાલિક ફિટ કરવામાં આવ્યા છે આગેવાનોની રજૂઆતોનો તાકીદે અમલ થયો છે.

આજે દલિત આગેવાન ડાયાભાઈ રાઠોડ કોંગી અંગ્રણી મુકેશ જાની ભાજપના આગેવાન અનિલભાઈ સહિત અગ્રણીઓએ નગરપાલિકા પ્રમુખ દીપતિબેન ત્રિવેદીને રજૂઆતો કરી હતી અને સીસીટીવી કેમેરા માટેની માંગણી કરી હતી આગેવાનોની માંગણી સ્વીકારીને રાત્રીના સમયે બાબા સાહેબની પ્રતિમા આજુબાજુ તાત્કાલિક સીસીટીવી કેમેરાઓ લાગી ચુક્યા છે આગેવાની રજૂઆતોની અમલવારી તાત્કાલિક થઈ છે બનાવમાં સદભાવના સેવા સમિતિ દ્વારા આવેદન પાઠવી ઘટનાને વખોડી કાઢી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here