બાબા સાહેબના સ્ટેચ્યુ આજુબાજુ ૪ સીસીટીવી કેમેરા લાગ્યા, સમી સાંજે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી પોલીસ અધિકારી કે.ડી ગોહિલ દલિત સમાજના આગેવાનોની ઉપસ્થિતમાં બાબા સાહેબને ફુલહાર કરી કેમેરાને ખુલ્લા મુકાયા

હરેશ પવાર દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં આવેલ અતિ પ્રસિદ્ધ બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુને કોઈ હરામખોર અસામાજિક તત્વ દ્વારા કાળા કલરની ડોલ માથે પહેરાવી અને ખાલી દારૂની બોટલ મુકવાનાં મામલેએ છેલ્લા ત્રણ દિવસથી સિહોરમાં ઘમાસાણ મચાવી છે સિહોરમાં સોમવારના દિવસે બનેલી ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે દલિત અગ્રણી માવજી સરવૈયાએ તો બનાવની ગણતરીની મિનિટોમાં પોલીસમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.

ત્યારે બાદ ત્રણ દિવસમાં રજૂઆતો આવેદનો રોષ પોલીસ તપાસની વચ્ચે એક મહત્ત્વની બાબત ઉડીને આખે વળગે તેવી સામે આવી છે સિહોરમાં આગેવાનોએ નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદીને એવી રજુઆત કરવામાં આવી કે બાબા સાહેબમાં સ્ટેચ્યુ આજુબાજુમાં સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવે જે રજૂઆતના પગલે તંત્રના અધિકારીઓ પદાઅધિકારીઓ દ્વારા એક મહત્વનો નિર્ણય તાકીદે લેવાયો હતો અને જેમાં હવેથી બાબા સાહેબ આંબેડકર સ્ટેચ્યુની આજુબાજુમાં કેમેરાઓ ફિટ કરી દેવાયા છે.

ત્યારે સમી સાંજના સમયે નગરપાલિકા પ્રમુખ દીપ્તિબેન ત્રિવેદી પોલીસ અધિકારી કેડી ગોહિલ અને દલિત સમાજ અગ્રણીઓ દ્વારા બાબા સાહેબને ફિલહાર કરી કેમેરાઓને ખુલ્લા મુકાયા છે અહીં આગેવાન અગ્રણીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે બાબા સાહેબ આંબેડકરની આજુબાજુમાં સીસીટીવીની નજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here