એ દોસ્તી હમ નહિ નિભાયેંગે : સિહોરના બે જીગરી મિત્રો સામસામે : અનિલ મહેતાએ ઉચ્ચસ્તરે રજુઆત કરી અને અશોક મુનિને શૌચાલય કામ બંધ કરી દેવા આદેશ થયા

હરેશ પવાર
સિહોરના બે જીગરી મિત્રો હવે સામસામે થયા છે અશોકભાઈ મુનિ લોકો માટે શૌચાલય બનાવે છે જેમાં તેના ખાસ મિત્ર અનિલભાઈ મહેતાએ ૨૪/૬ ના રોજ તંત્રને એક રજુઆત કરી હતી જેના આધારે તંત્ર દ્વારા અશોકભાઈ મુનિને શૌચાલયનું ચાલુ કામ બંધ કરી દેવા આદેશ થયો છે અહીં હેરાફેરી પિક્ચરના ગીતની પંક્તિ “બરસો પુરાના.એ યારાના.એક પલમેં ટુટા” આવું જ કંઈક અહીં બન્યું છે સિહોરનું એતિહાસિક બ્રહ્મકુંડની જગ્યા જે મૃતપાય અવસ્થામાં હતી જેને ફરી સજીવ કરનાર શહેરના બે વિરલાઓ અને જીગરી મિત્ર અશોકભાઈ મુનિ અને અનિલ મહેતાનો સિંહ ફાળો રહ્યો છે તે શહેરની પ્રત્યેક જનતા જાણે છે.

જોકે આજે સાંજે આંચકા સમાન એક અહેવાલો અમારા સહયોગી હરેશ પવારે આપ્યા છે પવારનું કહેવું છે સિહોર બ્રહ્મકુંડ ખાતે આવેલ સામુદ્રી માતાનું મંદિર આવેલું છે જ્યાં અશોકભાઈ મુનિ લોકો માટે એક શૌચાલય ઉભું કરે છે જે બાંધકામ બાબતે તેના ખાસ મિત્ર અનિલભાઈ મહેતા દ્વારા ૨૪/૬ ના રોજ તંત્રને શૌચાલયના ગેરકાયદેસર બાંધકામ અંગે રજુઆત કરવામાં આવી હતી હાલ તંત્ર દવારા બાંધકામ અટકાવી દેવાના આદેશ કર્યા હોવાનું અમારા સહયોગી હરેશ પવારે કહ્યું હતું ત્યારે બ્રહ્મકુંડને ફરી સજીવ કરનાર બન્ને જીગરી મિત્રો સામસામે આવ્યા છે અને આમ જનતા માટે બનતું શૌચાલયનું કામ હાલ બંધ થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here