સિહોર તાલુકામાં ૩ સાથે જિલ્લામાં ૩૪ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા અત્યાર સુધીમાં ૨૫૨૩૩ લોકોની આરોગ્ય તપાસ કરાઈ

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આરોગ્‍યલક્ષી કામગીરી માટે ૩૪ આર.બી.એસ.કે. ટીમ સાથેના વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ તરીકે કાર્યરત કરાયા છે. ધન્‍વંતરી આરોગ્‍ય રથ દ્વારા જીલ્લાના અંતરીયાળ ગામડાઓ ના વિવિધ વિસ્‍તારોમાં તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બીપી, ચામડીના રોગો વગેરેનું નિદાન અને સ્‍થળ પર પ્રાથમિક સારવારની સેવાઓ આપવામાં આવી રહી છે.

જિલ્લામાં ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની ટીમો દ્વારા તા.૧૬/૭/૨૦૨૦ સુધી મા ૨૫૨૨૩ દર્દીઓની તપાસ કરવામા આવેલ છે. ૧૩૯ દર્દીઓને વધુ સારવાર અર્થે રીફર કરેલ છે ૧૦૦૬ દર્દીઓની મેલેરીયા માટે તપાસ કરાઇ જેમાથી ૮ મેલેરીયાના દર્દી મળેલ છે. તેમજ લોકોને બીન જરૂરી બહાર ન નીકળવા, માસ્ક નો વ્યવસ્થિત ઉપયોગ કરવા અને સોશીયલ ડીસ્ટન્સીંગ જાળવવા અનુરોધ કરવામા આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here