નૌશાદ કુરેશીએ કૃત્ય કરનારને તાકીદે ઝડપી આકરી કાર્યવાહી કરવામાં આવે, દોષિતનું જાહેરમાં સરઘસ કાઢવાની પણ માંગણી કુરેશીએ કરી છે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર સમસ્ત મુસ્લિમ સમાજ આગેવાનોએ આજે રજુઆત કરી છે કે સિહોર મેઈન બજારમાં આવેલ બાબા સાહેબ આંબેડકર પ્રતિમાનું અપમાન કરનાર સામે સખત કાર્યવાહી કરવાની માંગ આગેવાનોએ કરી છે બંધારણના ઘડવૈયા ડો . ભીમરાવ આંબેડકર સાહેબની સિહોર ખાતેની પ્રતીમાનું અપમાન કરનાર અસામાજીક તત્વો ને ઝડપીને તત્કાલ કાર્યવાહી કરવાની માંગ થઈ છે સિહોર સુન્નતવલ મુસ્લીમ જમાઅત આગેવાનો દ્વારા આવેદન આપી રજુઆત કરી છે.

સિહોર શહેરના દરવાજા પાસે આવેલ આંબેડકર ચોક ખાતે આવેલ બંધારણના ઘડવૈયા , ભારતરત્ન શ્રી ડો.ભીમરાવ આંબેડકર સાહેબની પ્રતીમાને કોઈક અસામાજીક તત્વો દ્વારા ડોલ પહેરાવીને અને બાજુમાં દારૂ ની ખાલી બોટલ મુકીને જે અપમાન કર્યુ છે તે બદલ આવા તત્વોને ઝડપી પાડીને તેઓ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે . અને ભવિષ્યમાં પણ આવી બીજી ઘટના ન બને તે માટે આવા તત્વોને પકડીને વહેલીતકે કાયદેસર કાર્યવાહી કરીને જાહેર સરઘસ કાઢવામાં આવે તેવી સિહોર સુન્નતવલ મુસ્લીમ જમાઅત આગેવાનો કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here