કોઈપણ ટેન્ડર કે જાહેર નિવિદા વગર એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવાયો, પ્રાદેશિક કચેરી સુધી રજૂઆતો થઈ, સમગ્ર મામલે કિરણભાઈ ઘેલડા અને મુકેશ જાની ધુંઆ-પુઆ, કહ્યું સગાવાદ મંડળી યુવાનોને અન્યાય કરે છે, અમે હાઇકોર્ટ સુધી જશું

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકામાં કૌભાંડોની હારમાળાઓ સર્જાતી રહે છે એમ કહેવાય કે પેધી ગયેલા અને પોતાની પેઢી સમજી બેઠેલા લોકોએ પાલિકાને એટલી તો બદનામ કરીને રાખી દીધી છે કે કૌભાંડોનો અખાડો એટલે પાલિકા તેવું આમ જનતા માનવ લાગી છે આઠ દિવસમાં બે વખત અને બે ચાર દિવસે કોઈ પણ બાબતમાં વિપક્ષના મીડિયા સામે આક્ષેપો સામે આજ સુધી વહીવટ કર્તાઓની એક પણ પ્રતિક્રિયાઓ આવી હોવાનું સામે આવ્યું નથી અરે ત્યાં સુધી કે ભાજપના સભ્યો પણ છડેચોક આક્ષેપો કરવા લાગ્યા છે છતાં પણ વહીવટી કર્તાઓની પેટનું પાણી હલતું નથી આજે ફરી ભરતી કૌભાંડ સામે આવ્યું છે અને ભરતી મંડળીએ માંમકાઓની ભરતી શરૂ કરી છે.

જેને લઈ વિપક્ષના કિરણભાઈ ઘેલડા અને મુકેશ જાની ધુંઆ-પુઆ થયા છે અને સમગ્ર મામલો હાઇકોર્ટે સુધી લઈ જવાની વાત કરી છે સિહોર નગરપાલિકામાં ભરતીમાં સગાવાદ નવો નથી અગાઉ પણ પાછલા બારણેથી મામકાઓને નોકરી પર લઈ લેવાની વાત સામે આવી હતી જેમાં ઉચ્ચસ્તરે રજૂઆતો પણ થયેલ હતી અને જે બાબત અખબારના પન્નાઓ પર કલમથી કંડારાયેલી પણ છે આ વખતે પણ સિહોર નગરપાલિકા દ્વારા સગાવાદને પ્રોત્સાહન આપવાના આશયથી નગરપાલિકાના કર્મચારીઓને લાભ મળી રહે  મળે તેવું ષડયંત્ર ગોઠવાયું છે નગરપાલિકામાં કોઇપણ જાતની ટેન્ડર પ્રક્રિયા વગર જ એજન્સીને વર્ક ઓર્ડર આપી દેવામાં આવે છે.

વર્ક ઓર્ડર અગાઉ આપવામાં આવે છે અને હુકમ પાછળથી આપવામાં આવે છે. ખરેખર આ કામગીરી એજન્સીએ કરવાની હોય છે. મ્યુનિ. એકટની જોગવાઇ મુજબ આઉટ સોર્સીંગથી ભરતી કરી શકાતી ન હોવા છતાં ગેરકાયદેસર રીતે એજન્સીને કામગીરી સોંપી દેવામાં આવી છે સમગ્ર મામલો પ્રાદેશિક કમિશ્નર સમક્ષ સુધી પોહચ્યો છે મુકેશ જાનીએ કહ્યું હોશીયાર અને અભ્યાસુ યુવાનોને અન્યાય થાય છે અમે હાઇકોર્ટે સુધી જશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here