જિલ્લામા ૫૦ નવા કોરોના, જ્યારે ૩૫ દર્દી કોરોનામુક્ત, ૧ દર્દીનુ મોત, જિલ્લામાં નોંધાયેલા ૮૨૧ કેસો પૈકી ૪૭૬ દર્દીઓ હાલ સારવાર હેઠળ

હરેશ પવાર
સિહોરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે ચાર કેસો આવતા લોકોમાં લોકોમાં ફફડાટ ફેલાયો છે સિહોર સોનગઢમાં ૨ કેસો ૧ ભૂતિયા ૧ સરવેડી ગામે આવ્યો છે જ્યારે જિલ્લામા આજે ૫૦ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૮૨૧ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૨૫ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૩૫ કેસો નોંધાયા છે.

જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના ફરીયાદકા ગામ ખાતે ૧, ભાવનગરના ખડસલીયા ગામ ખાતે ૧, ભાવનગરના ભુતેશ્વર ગામ ખાતે ૧, તળાજાના જુની કામરોલ ગામ ખાતે ૧, તળાજાના સખવદર ગામ ખાતે ૧, મહુવાના વાધનગર ખાતે ૧, મહુવાના હરીપરા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, ગારીયાધારના મોટી વાવડી ગામ ખાતે ૧, ગારીયાધારના નાની વાવડી ગામ ખાતે ૧, જેસરના ઝડકલા ગામ ખાતે ૧, ઉમરાળાના દેદરડા ગામ ખાતે ૧, ઉમરાળાના વાંગધ્રા ખાતે ૧, વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે મહાનગરપાલિકા વિસ્તારના ૧૭ અને તાલુકાઓના ૧૮ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે તેમજ આજરોજ ભાવનગર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દીનુ અવસાન થયેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here