રે કરૂણતા : સિહોરના ઉસરડ ગામના રામાનુજ પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો, એક સાથે બે બે અર્થીઓ ઉઠી

પત્ની અનસૂયાબેનના અવસાનનો ભાર પતિ દિલીપભાઈ જીરવી ન શક્યા, ઉસરડ ગામેથી બન્નેની એક સાથે અર્થી ઉઠી અને ઉપસ્થિત સૌં કોઈના આંખમાં આંસુ હતા, માતાપિતા બન્નેના અવસાનથી જીગ્નેશ અને દીક્ષિત બન્ને દીકરાનું કાળા કલ્પાંતનું રૂદન

દિલીપભાઈના નાનાભાઈ ગૌતમ રામાનુજ સાંજે ઘટનાની ફોન પર વિગતો આપતા હતા તે દરમિયાન ગળે ડુમો ભરાયો અને ચાલુ વાતે ચોધાર આંસુએ રડવા મંડ્યા અને શબ્દોનું સ્થાન આંસુએ લીધું, ચોમેર ઘેરો શોક

મિલન કુવાડિયા
મુળ સિહોરના ઉસરડ ગામના વતની અને છેલ્લા વર્ષોમાં સુરત સ્થાપી થયેલા રામાનુજ પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે માતા પિતા ભાઈ ભાભી અને પરિવારના મોભીના અચાનક અવસાનથી રામાનુજ પરિવારની ખુશીઓને તહસનહસ કરી નાખી છે ઉસરડ ગામના દિલીપભાઈ રામાનુજ પોતાના બે પુત્રો સાથે સુરત ખાતે રહે છે ગઈકાલે દિલીપભાઈના પત્ની અનસૂયાબેન રાત્રીના સુતા પછી જાગ્યા ન હતા અને નીંદરમાં જ અંતિમ શ્વાસ લીધા હતા પરિવારના નક્કી થયા મુજબ સુરત થી ઉસરડ ગામે અનસૂયાબેનનો મૃતદેહ અંતિમવિધિ માટે લાવવામાં આવી રહ્યો હતો.

તે દરમિયાન અનસૂયાબેનના પતિ દિલીપભાઈને અંકલેશ્વર નજીક ગભરામણ થતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓ પણ અંતિમ શ્વાસ લીધા હતા અને પત્ની અને પતિએ એક સાથે અનંતની વાટ પકડી હતી અને રામાનુજ પરિવાર પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો બે પુત્રોના માતા પિતા અને ગૌતમભાઈ રામાનુજના ભાઈ ભાભી અને પરિવારના મોભીના અવસાનથી પરિવારનું હૈયાફાટ રૂદન પાસાણ હદયના માનવીના કાળજાને પણ કંપારી દેનારું હતું…કોણ કોને છાનું રાખે..કોણ કોને સાંત્વના આપે.. તેવી કરૂણ સ્થિતિનું નિર્માણ થયું હતું.. અને એક સાથે બે બે અર્થીઓ ઉઠતા પરિવારનું કલ્પાંત ભયાવહ હતું ઉપસ્થિત સૌ કોઈની આંખમાં આંસુએ સ્થાન લીધું હતું.

મરણજનાર દિલીપભાઈના નાનાભાઈ ગૌતમ રામાનુજ જેઓ પોલીસમાં ફરજ બજાવે છે જેઓ સાંજે ફોન પર વિગતો આપતા હતા તે અને ઘટનાનું વર્ણન કરતા હતા તે દરમિયાન ચાલુ વાતે મોઢે ડુમો ભરાયો અને ચાલુ વાતે ચોધાર આંસુએ રડવા મંડ્યા અને શબ્દોનું સ્થાન આંસુએ લીધું હતું ત્યારે ઉસરડના દિલીપભાઈ રામાનુજના પરિવારે લૌકિક વ્યવહારો બેસણું બધું જ વર્તમાન કોરોનાની સ્થિતિના કારણે મોકુફ રાખ્યું છે અને આત્મીયજનોને મોબાઈલ ફોન પર જ શ્રદ્ધાંજલિ પાઠવવા અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here