ગઈકાલે વિપક્ષે મામલો હાઇકોર્ટે સુધી લઈ જવાની વાત કરી હતી આજે નવા નિમાયેલા ચિફઓફિસર સમક્ષ રજૂઆત કરી કહ્યું અગાઉના જે ઓફિસર હતા તેની આ મંડળી સાથે મિલીભગત હતી, ભરતીમાં નવા લેવાયેલા તમામને છુટા કરવાની કરી માંગ

હરેશ પવાર
સિહોર નગરપાલિકામાં સગાવાદ કરીને ભરતી મામલો છેલ્લા બે દિવસથી ચર્ચામાં આવ્યો છે ગઈકાલે વિપક્ષે કહ્યુ હતુ કે નગરપાલિકામાં સગાવાદ ભરતી મંડળી દ્વારા થયેલી ભરતી ગેરકાયદેર છે અને સમગ્ર મામલો હાઇકોર્ટે સુધી લઈ જવાની વાત કરી હતી ત્યારે આજે સિહોરના નવા નિમાયેલા ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી અને મંડળીમાં ભરતી થયેલા લોકોને છુટા કરવાની માંગ કરી હતી સિહોર નગરપાલિકાના અગાઉના ચીફ ઓફીસર પ્રમુખ અને પૂર્વ ચેરમેનની એજન્સી સાથે મીલીભગત કરી એક ગેરકાયદેસર કૃત્ય કરી પોતાના અંગત આર્થીક હીત સિધ્ધ કરવા તેમજ પોતાના ભાઈ – ભતીજાવાદ અને મામકાઓને પ્રોત્સાહીત કરવા મંડળી રચી નગરપાલિકાને આર્થીક મોટું નાણાંમાં ન ગણી શકાય તેવું નુકશાન કરેલ છે.

સમગ્ર મામલે પ્રાદેશિક કચેરી સુધી રજુઆત થઈ છે સિહોર નગરપાલિકા સ્વાયત્ત સંસ્થા હોય તેનું અલગથી બંધારણ હોય આ બંધારણની જોગવાઈ ઉપરવટ જઈ ( ૧ ) જનરલ બોર્ડની મંજુરી લીધા વગર ( ૨ ) એજન્સીને નીમણુંક માટે કોઈપણ જાતની જાહેર નીવીદા પ્રસિધ્ધ કર્યા વગર ( ૩ ) એજન્સી ધ્વારા કર્મચારીઓની ભરતી અંગે જાહેર નીવીદા પ્રસિધ્ધ કર્યા સિવાય ( ૪ ) એજન્સી સાથે કોઈપણ જાતના કરાર કર્યા સિવાય ( ૫ ) નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે નોટીસ બોર્ડ ઉપર જાહેરાત આપી ભરતી કરેલ હોય ( ૬ ) તા .૨૮ / ૨ / ૨૦૧૮ ના રોજ જી.આઈ.એલ. સાથે કોન્ટ્રાકટ પુરો થયા પછી પણ નગરપાલિકામાં આ કામગીરી એજન્સી દ્વારા શરૂ રાખેલ છે .

આમ સમગ્ર પ્રકરણમાં ગેરકાયદેસર ગેરધારાસર અવાંતર હેતુથી પોતાના અંગત આર્થીક હીતો સિધ્ધ કરવા માટે એજન્સી દ્વારા ૧૬ થી વધારે કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે . જેને લઈને નગરપાલિકાને ખૂબ જ મોટું આર્થીક નુકશાન થતું હોય તાત્કાલીક અસરથી આપશ્રીના ધ્યાન ઉપર આ બાબતે મુકી એજન્સીને છૂટી કરવી નગરપાલિકાના હીતમાં હોય તાત્કાલીક અસરથી અમલમાં મૂકી આદેશ કરવા વિપક્ષે નવા નિમાયેલા ચીફ ઓફિસર સમક્ષ માંગ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here