શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પે આપવા મુદ્દે સિહોર ખાતે કોંગ્રેસ અગ્રણીએ પ્રતીક ઉપવાસ કર્યા

બ્રિજેશ ગૌસ્વામી
સમગ્ર રાજ્યમાં શિક્ષકોનો ગ્રેડ પે ૪૨૦૦/- થી ઘટાડીને ૨૮૦૦/- કરતા સમગ્ર ગુજરાતના શિક્ષકોમાં રોષ અને નારાજગી જોવા મળી હતી. આ અંગે શિક્ષક સંગઠનો તેમ જ સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા પણ અનેક વખત સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સિહોર પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા પણ અગાઉ મુખ્યમંત્રી શ્રીને રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ ઉકેલ ન આવતા શિક્ષકોની યોગ્ય માંગણીઓ માન્ય રાખી શિક્ષકોને ન્યાય અપાવવા આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ સહમંત્રી જયરાજસિંહ મોરી, માનશંગભાઈ ડોડિયા, યુવરાજભાઈ રાવ સહિતના કાર્યકર્તાઓ એક દિવસના પ્રતીક ઉપવાસ કર્યા હતા શિક્ષકસંઘ આગેવાનોએ પારણા કરાવી આભાર વ્યક્ત કરેલ હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here