સિહોર સુરકાના દરવાજા પાસે ધૂળના ઢેફામાં અટવાયેલો જીવતો વિજપોલ કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ અને દુર્ઘટના સર્જાઈ તે પહેલાં હટાવી લ્યો, જાગૃતિ મીડિયા તરીકે તંત્રને અમારી વિન્નતી છે
સલીમ બરફવાળા
સિહોર સુરકાના દરવાજા વિસ્તારમાં રોડ પર જ એક જીવતો વિજપોલ પડુ પડુ થઈ રહ્યો છે ધૂળના ઢેફામાં અટવાઈને ઉભેલ વિજપોલ અચાનક સંતુલન ગુમાવી નીચે પડી અને દુર્ઘટના સર્જાઈ તેની કલ્પના કરવી મુશ્કેલ બને તેવી હાલતે વિજપોલ ઉભો છે સિહોરના સુરકાના દરવાજા વિસ્તાર માંથી શહેરના આજુબાજુના વિસથી વધુ ગામોમાં જવાનો માર્ગ છે અહીં મોટી સંખ્યામાં સ્થાનિકો પણ રહે અને વસવાટ કરે છે સુરકાના દરવાજાની બરોબર એક જીવતો વિજપોલ પડું પડું થઈ રહો છે અને નમેલી હાલતમાં જોવા મળે છે.અગાઉ સ્થાનિક લોકોએ પણ આ મામલે રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.
પરંતુ તંત્રના કાન સુધી આ વાત પોહચી ન હોવાનું દેખાઈ છે તસવીરમાં જોઈએ તો સ્પષ્ટ છે કે વિજપોલ એકદમ નમેલી હાલતમાં જોવા મળે છે ધૂળના ઢેફાઓમાં અટવાઈને લટકી રહેલા વિજપોલને હટાવવા એક જાગૃત મીડિયા તરીકે અમારી વિન્નતી છે કારણકે જીવતો વિજપોલ તૂટી પડે તો મોટી દુર્ઘટના સર્જવવાની ભીતિ રહેલી છે કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાઈ ઘટના બને અને કોઈ પરિવારના મોભી ભોગ બને તે પહેલાં વિજપોલને હટાવવો ખૂબ જરૂરી બન્યો છે જાગૃત મીડિયા તરીકે તંત્રને અમારી જાહેર અપીલ છે કે લટકતા મોતને તાકીદે હટાવી દુર્ઘટના બને કોઈ નિર્દોષ ભોગ લેવાઈ તે પહેલાં યોગ્ય થાય તે જરૂરી છે.