સિહોર શહેરમાં ૩ ટાણા ૧ નેસડા ૧ ભૂતિયા ૧ સાથે ટોટલ ૬ કોરોના પોઝિટિવ, ૫૪ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ મોત

દેવરાજ બુધેલીયા
સિહોર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે કોરોનાના ૬ કેસો આવ્યા છે સાથે જિલ્લામાં ૪૪ પર આંકડો પોહચ્યો છે સિહોર શહેરમાં ૩ ટાણામાં ૧ ભૂતિયામાં ૧ નેસડામાં ૧ કેસ પોઝિટિવનો સમાવેશ થાય છે જ્યારે જિલ્લામાં આજે ૪૪ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૮૬૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૬ પુરૂષ અને ૯ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે.

જ્યારે હાથબ ગામ ખાતે ૧, તળાજાના સથરા ગામ ખાતે ૧, તળાજાના દેવલી ગામ ખાતે ૧, તળાજાના ત્રાપજ ગામ ખાતે ૧, મહુવાના ભાદ્રોડ ગામ ખાતે ૧, મહુવાના કોંજણી ખાતે ૧, જેસરના તાતણીયા ગામ ખાતે ૧, પાલીતાણાના વાળુકડ ગામ ખાતે ૧, વલ્લભીપુરના દરેડ ગામ ખાતે ૧, વલ્લભીપુરના પાણવી ગામ ખાતે ૧, વલ્લભીપુરના તોતણીયા ગામ ખાતે ૨, ઉમરાળાના બજુડ ગામ ખાતે ૧, ઉમરાળાના કેરીયા ખાતે ૨, વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે. જ્યારે મહાનગરપાલિકા વિસ્તારના ૩૩ અને તાલુકાઓના ૨૧ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here