દોસ્ત દોસ્ત ના રહા, સિહોરના બે જીગરી મિત્રો સામ સામેં આવ્યાનો મામલો, અશોકભાઈ મુનિએ કહ્યું મને એક પણ નોટિસ કે કાગળ અનિલભાઈ મહેતા તરફથી મળ્યો નથી

હરેશ પવાર
સિહોર શહેરના બે જીગરી મિત્રો સામસામે આવ્યાનો મામલો છેલ્લા દિવસોથી શહેરભરમાં ખૂબ ચગ્યો છે અનિલ મહેતા અને અશોક મુનિ બન્ને મિત્રોની દાસ્તાન શહેરના પ્રત્યેક વ્યક્તિને ખબર છે એમની મિત્રતા અને દોસ્તી વિશે અહીં વર્ણન કરવાની જરૂર નથી કારણકે એતિહાસિક બ્રહ્મકુંડ જ્યારે મૃતપાય હાલતમાં હતું જેને ફરી સજીવ કરવા એમ કહેવાય કે આ બન્ને મિત્રોએ લોહી રેડી દીધું છે પોતાની જાતને ઘસી નાખી છે જોકે બ્રહ્મકુંડ આજુબાજુ એક મંદીર આસપાસ અશોકભાઈ મુનિએ પોતાના સ્વ ખર્ચે શૌચાલય અને બાથરૂમ લોક કલ્યાણ માટે ઉભા કર્યા છે જે બાબતે અનિલભાઈ મહેતાએ તંત્રને એવી રજુઆત કરી કે શૌચાલય ગેરકાયદેસર છે જેને પાડી દેવા.

જેને લઈ તંત્ર તરફથી અશોકભાઈને નોટિસ મળી ત્યારે તેઓને ખ્યાલ આવ્યો છે એમના ખાસ મિત્ર અનિલ મહેતાએ રજુઆત કરી છે જોકે સમગ્ર મામલે આજે અશોકભાઈ મુનિએ કહ્યું હતું કે બ્રહ્મકુંડ ખાતે લોકો મોટી સંખ્યામાં વિધિ કરવા આવે છે તે લોકો માટે અને લોક કલ્યાણ અર્થે મેં મારા ખર્ચે શૌચાલય અને બાથરૂમ સાર્વજનિક હેતુ માટે બનાવ્યા છે જેથી દર્શક કરવા આવતા અને વિધિ માટે આવતા લોકોને તકલીફ ન થાય આમાં મારો કોઈ સ્વાર્થ નથી અને તેઓએ સ્પષ્ટતા કરી હતી.

મને અનિલ મહેતા દ્વારા એક પણ નોટિસ મળી નથી જોકે તંત્ર દ્વારા આપવામાં આવેલ નોટીસ કાગળમાં એવો ઉલ્લેખ કરાયો છે કે અનિલભાઈ મહેતાની ૨૪/૬ ની રજૂઆતને ધ્યાને લઇ આપે કામ બંધ કરી દેવું ત્યારે સમગ્ર વિવાદને લઈ અનેક સવાલો ઉભા થાય છે આખરે સત્યના કઠોડામાં કોણ ઉભું રહે છે તે સમય કહેશે હાલ આ મામલો ખૂબ ચગ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here