સિહોર અને પાલીતાણા વિસ્તારમાં “હું કાળજી લવ છું, તમે લો છો ? ના સંદેશા વાળા માસ્કનું વિતરણ કરાયું

દેવરાજ બુધેલીયા
આ કોરોના કપરા કાળમાં લોકોમાં જાગૃતતા લાવવા માટે સૌ અનોખો પ્રયોગ કરે છે. આવો જ એક સારો સંદેશ સમાજમાં પસાર કરવાના હેતુથી શિક્ષકે તેમની દિકરી ના જન્મદિવસ ની ઉજવણીના ભાગ રૂપે લોકોને માસ્કનું વિતરણ કર્યું હતું. તળાવ વિસ્તાર પ્રાથમિક સરકારી શાળાના આચાર્ય શ્રી શક્તિ સિંહ યાદવ (સિહોર) કોરોનાના આ કપરા સમયમા અવનવી રીતે સમાજ સેવા કરી રહ્યા છે.તેઓએ તેમની દીકરી પ્રત્યુષા યાદવ ના બીજા જન્મદિવસ નિમિત્તે એક નવતર પ્રયોગ કરી સમાજમાં એક સુંદર મેસેજ પાસ કર્યો છે.

દિકરીના બીજા જન્મદિવસ નિમિત્તે તેઓએ ધામધૂમથી ઉજવણી કરવાને બદલે હાલમાં જે કપરો કાળ ચાલી રહ્યો છે તે અંતર્ગત સમાજને એક યોગ્ય માર્ગદર્શન મળી રહે, સમાજમાં વધારે જાગૃતિ ફેલાય તે માટે તેમણે તેમની દીકરી ના જન્મદિવસ નિમિત્તે માસ્ક બનાવી વિતરણ કરેલ છે. માસ્ક પર I CARE.DO YOU? એટલે કે “હું કાળજી લઉં છું.તમે લો છો”નો સુંદર સંદેશો છપાયેલો છે અને આ દ્વારા એક નવતર પ્રયોગ દ્વારા તેમણે સમાજમાં એક મેસેજ પાસ કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.સિહોર તથા પાલીતાણામાં આ માસ્કનું વિતરણ તેઓએ કરેલું છે. આ સરાહનીય સેવા અને ઉમદા કાર્ય બદલ તમામ એ આ અંતર્ગત નોંધ લીધેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here