સિહોરના મુક્તેશ્વર ખાતે સરકારી આયુર્વેદ વરલ દવાખાના દ્વારા મુક્તેશ્વર ખાતે ઉકાળા વિતરણ કરવામાં આવ્યું, ૮ દિવસમાં અનેક લોકોએ લાભ લીધો

હરેશ પવાર
હાલમાં કોરોના મહામારી દેશમાં ફેલાઈ ગઈ છે. કોરોના સામે લડવા માટે થઈને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારો કરવા માટે આયુષ મંત્રાલય ભારત સરકાર દ્વારા ઉકાળા ની ગાઇડલાઈન જાહેર કરવામાં આવી છે. રાજ્યના તમામ જિલ્લા અને ગામડાઓમાં આયુર્વેદક દવાખાના દ્વારા ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યા છે. સિહોરમાં પણ મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે છેલ્લા એક સપ્તાહ થી ઉકાળા વિતરણ કરવામાં આવી રહ્યું હતું.

વરલ સરકારી આયુર્વેદિક દવાખાનાના મેડિકલ ઓફીસ દ્વારા અહીં લોકોને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવા તેમજ કોરોના સામે કાળજી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અહીં મુક્તેશ્વર મંડળ તેમજ નવનાથ મંડળ દ્વારા લોકોના ઘર સુધી ઉકાળા પહોચાડવામાં આવ્યા હતા. અહીં હરરોજ ૧૫૦૦ થી ૧૭૦૦ લોકોને રોગપ્રતિકારક શક્તિનો ઉકાળો આપવામાં આવતો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here