ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતી સિહોર ૧૮૧ અભયમ ટિમ

દર્શન જોશી
ગુજરાત રાજ્યમાં પીડિત મહિલાઓ ને ન્યાય આપવા માટે થઈને સરકારની ૧૮૧ અભયમ સેવા દ્વારા સુપર્બ કામગીરી કરવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન અનેક પરિવારના તૂટતા બચાવવાની કામગીરી ૧૮૧ અભયમ દ્વારા કરવામાં આવી છે. સિહોર તાલુકાના પાડાપણ ગામથી થર્ડ પાર્ટી દ્વારા ૧૮૧ અભયમમાં ફોન કરીને જણાવેલ કે અહીં કોઈ અજાણી યુવતી મળી આવેલ છે અને તેને મદદની જરૂર છે.

કોલ આવતાની સાથે જ સિહોર ૧૮૧ અભયમ ટિમ સ્થળ ઉપર પહોંચી મળેલ યુવતીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ માહિતી મુજબ યુવતીના નાની ઉંમરમાં ત્રણ વખત લગ્ન કરવામાં આવેલ છે. ત્રણેય લગ્નથી કોઈ સંતાન થયેલ ન હતા તથા ત્રણેય લગ્નજીવનમાં પીડિત યુવતી બે મહિનાથી વધુ સાસરિયામાં રહેલ ન હતી. પીડિત યુવતીના ત્રીજી વાર લગ્ન કર્યા ત્યાં તેના પતિ દારૂ પીને પીડિત યુવતી ઉપર શારીરિક અને માનસિક હિંસા આચરતા હોવાથી પીડિત યુવતી ત્યાંથી ભાગીને પિયર આવી ગયેલ.

પીડિત યુવતીને પિયરમાં કામની બાબતમાં સમજાવી ઠપકો આપતા ભંડાર ગામથી સિહોર તાલુકાના પાડાપણ ગામમાં આવી પહોંચેલ.પીડિત યુવતીના કાઉન્સેલિંગ બાદ પુરી માહિતી પ્રાપ્ત કરી ત્યાંથી તેમનો કબ્જો સંભાળીને તેમના પિયરના ઘરનું સરનામું મેળવી તેમના માતાપિતાને સોંપેલ.ત્યાં તેમના માતાપિતા અને પીડિત યુવતીને સમજાવીને તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપેલ. આ કામમાં સિહોર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમના કાઉન્સેલર શિલ્પાબહેન અને પાયલોટ પ્રકાશભાઈ ડાભી જોડાયેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here