સિહોર તાલુકામાં આજના દિવસના ૭ કોરોના પોઝિટિવ કેસો- તાલુકામાં ફફડાટ

દેવરાજ બુધેલીયા – બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર જિલ્લા માટે અનલોક ૧ અને ૨ અનલકી સાબિત થયા છે. અનલોક બાદ જિલ્લામાં કોરોનાના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે સિહોરમાં પણ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે.સિહોર શહેર સહિત તાલુકામાં આજના દિવસના ૭ પોઝિટિવ કેસો આવતા તાલુકામાં ફફડાટ ફેલાઈ ગયો છે. સિહોર તાલુકાના આજે આવેલ કેસોમાં ઘાઘળી ગામે ૨૩ વર્ષીય પુરુષ, ઢૂંઢસર ગમે ૧૦ વર્ષના બાળકને, ચોરવડલા ગામે ૬૫ વર્ષીય વૃદ્ધ, નાના સુરકા ગામે ૨૭ વર્ષીય અને ૨૪ વર્ષીય પુરુષ અને શહેરમાં બસ સ્ટેન્ડના ઢાળમાં ૬૧ વર્ષીય વૃદ્ધ મહિલા અને શ્રીજીનગરમાં ૨૮ વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામને કોવિડ હોસ્પિટલ ખસેડવામાં આવેલ.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉસરડ, મઢડા, સોનગઢ, અર્બન સિહોર ની આરોગ્ય ટિમો અને ગ્રામ પંચાયત અને પોલીસ ટિમો દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભાવનગર જિલ્લામાં વધતા જતા કેસોને લઈને લોકોમાં કોરોનાને લઈને જાગૃત થવું જરૂરી છે. સરકાર ની ગાઈડલાઈન મુજબ બિન જરૂરી બહાર નીકળવું ટાળવું જોઈએ તેમજ બહાર નીકળતી વખતે માસ્ક ફરજિયાત પહેરીને નીકળવું. ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ.ઘરમાં પણ બાળકો તેમજ વૃદ્ધ લોકોનો ખ્યાલ રાખવો જોઈએ. કોરોના સંક્રમણને અટકાવા માટે થઈને લોકોએ જાગૃત થવું હવે જરૂરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here