સિહોર કોંગ્રેસ અગ્રણીએ રજુઆત કરી કે ગુજરાત પોલીસના જે વિવિધ પ્રશ્નો છે એમનો તાકીદે ઉકેલ લાવો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો

દેવરાજ બુધેલીયા
સિહોરના કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે ગુજરાત પોલીસના જે વિવિધ પ્રશ્નો છે એ તાકીદે ઉકેલ લાવવાની માંગ કરી છે જયરાજસિંહ પત્રમાં કહ્યું છે કે ગુજરાતમાં હાલ તમામ સરકારી કર્મચારીઓમાં વિવિધ પ્રશ્નો મુદ્દે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે પોતાના પરિવાર ની ચિંતા કર્યા વગર કાયદો અને વ્યવસ્થા જાળવવા સતત ૨૪ કલાક ખડેપગે નોકરી કરતા પોલીસ વિભાગમાં પણ અનેક પ્રશ્નો વર્ષો થી પડતર રહ્યા છે.

આ પોલીસ જવાનો ની સમસ્યાઓ ને અનુસંધાને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી જયરાજસિંહ મોરી દ્વારા કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ તેમ જ એ.એસ.આઈ. ના ગ્રેડ પે માં વધારો; પોલીસ જવાનો ને અપાતા ભથ્થાઓ હાલની મોંઘવારી પ્રમાણે ખૂબ જ અપૂરતા હોય ભથ્થામાં વધારો કરવો તેમ જ પોલુસ વિભાગના વિવિધ પ્રશ્નો સંબંધે લડત આપી શકે એ માટે યુનિયન બનાવવાની મંજૂરી આપવામાં આવે તેવી મુખ્યમંત્રી ને રજુઆત કરવામાં આવી છે. પોલીસતંત્ર દ્વારા કરવામાં આવતી સેવાઓની યોગ્ય કદર કરવામાં આવે તેમ જણાવી પોલીસ વિભાગની વ્યાજબી માંગણીઓ સત્વરે સ્વીકારવા મુખ્યમંત્રી ને જયરાજસિંહ મોરી દ્વારા માંગ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here