માઈભકતો દશામાની મૂર્તિનું ભાવભકિતભેર સ્થાપન કર્યું : ૧૦ દિવસ સુધી પુજન અર્ચન કરશે

વ્રતના અંતિમ દિવસે મૂર્તિનુ નદી,તળાવ કે દરિયામાં વિસર્જન કરાશે, સમુહ કાર્યક્રમો પર રોક રહેશે

હરેશ પવાર
સિહોર સહિત રાજયભરમાં આજથી પાવનકારી દશામાના પવિત્ર વ્રતનો ઉલ્લાસભેર પ્રારંભ થયો છે જેના કારણે ખાસ કરીને શ્રધ્ધાળુઓમાં ભારે હર્ષોલ્લાસ જોવા મળે છે દશામાના વ્રતધારી પરિવારોએ પોતાના ઘરે પૂજાના સ્થાનક,મંદિર પાસે દશામાની મૂર્તિ કે સાંઢણીનું વિધિવિધાનપૂર્વક સ્થાપન કરી હતી હવે દસ દિવસ સુધી દશામાના ખાસ પૂજન,અર્ચન,સત્સંગ, આરતી,કિર્તન અને પ્રસાદ વિતરણ સહિતના કાર્યક્રમોનું આયોજન થશે વ્રતધારી મહિલાઓ આ ઉજવણી દરમિયાન ઉપવાસ કરી દશામાનુ ભાવ અને ભકિતભેર પૂજન અર્ચન કરશે.

એટલુ જ નહિ પરિવારના સભ્યો તેમજ પાડોશી મહિલાઓ દશામાની વ્રતની વાર્તાનું વાંચન અને શ્રવણ કરાશે. મહિલા મંડળો દ્વારા મોડી સાંજ સુધી ભજન કિર્તન અને સંતવાણીની રમઝટ બોલાવાશેે. આ દિવસોમાં વ્રતધારી પરિવારો યથાશકિત મુજબ બહેનોની ગોરણી, બટુકભોજન, બ્રહ્મભોજન અને માતાજીનો તાવો સહિતના કાર્યક્રમો યોજાશે. જેમાં લાભાર્થી પરિવારોને રોકડ સ્વરૃપે કે ચીજવસ્તુઓ કે, કાપડ સ્વરૃપ ભેટ આપી તેઓનો રાજીપો મેળવશે જોકે આ વર્ષે કોરોનાની મહામારી વધતા દશામાના વ્રતના મહોત્સવની સાદગીભેર ઉજવણી શરૂ થઈ છે અને સામુહિક કાર્યક્રમો પર રોક રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here