આજે સોમવતી અમાસ, દશામાના વ્રતનો શુભારંભ, શિવમંદિરોમાં અભિષેક નહીં ઘરે બેઠા શિવભક્તોના અનુષ્ઠાન, ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ પણ ભક્તિનો નાદ ગુંજતો રહેશે

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર કે પંથકમાં અષાઢ મહિના દરમિયાન મનભાવન મેઘધારા વરસી નથી આજે અષાઢ માસની અમાસ છે આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે જોકે આ વર્ષે સિહોર અને ભાવનગરના મોટભાગના વિસ્તારોને બાદ કરતા સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોટાભાગના વિસ્તારોમાં અષાઢ માસ દરમિયાન પૂરતો વરસાદ વરસ્યો હોવાથી મોટાભાગના જળાશયો છલોછલ ભરાયા છે. નદી-નાળા અને ઝરણાં વહેતા થયા છે.

ધરતીએ જાણે લીલીછમ ચાદર ઓઢી લીધી હોય તેવું લાગી રહ્યું છે. અષાઢી માસની વિદાય સાથે મંગળવારથી શ્રાવણ માસનો પ્રારંભ થશે. શિવધારા કે જલધારા આકાશમાંથી વરસતી રહેશે. સાથોસાથ શિવમંદિરોમાં શ્રદ્ધા-ભક્તિની ગંગા વહેતી સિહોર સહિત સહિત સૌરાષ્ટ્રના ધર્મપ્રેમી શ્રદ્ધાળુ ભાવિકોમાં શ્રાવણ માસનું વિશેષ મહાત્મ્ય રહ્યું છે.

શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી શિવમંદિરોમાં ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ભાવિકો મોટી સંખ્યામાં ઊમટી પડે છે. આખો દિવસ જલાભિષેક, દુગ્ધાભિષેક, રૂદ્રાભિષેક સાથે બિલ્વાભિષેકની સાથે વેદોક્ત મંત્રગાનથી શિવમંદિરોમાં ઉપાસનાના નાદ ગુંજતા રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here