કોંગી પ્રમુખ જયદીપસિંહે ચાર રજૂઆતો કરી છે, ચીફ ઓફિસરની નિમણુંક કરો, શહેરના દરેક વોર્ડમાં સર્વેલન્સ કામગીરી કરો, શાકભાજી અને ફેરિયાઓને સૂચના આપો, ૧૪માં નાણાં પંચમાં આવેલ ગ્રાન્ટનો હિસાબ આપોની માંગ

દેવરાજ બુધેલીયા
સિહોર કોંગ્રેસ દ્વારા કલમની ધારે રજૂઆતોની જડી વરસાવી છે શહેરની વિવિધ સમસ્યાઓને લઈ કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહે રજૂઆતો કરીને ઉકેલની માંગણીઓ કરી છે શહેર પ્રમુખની વિવિધ ચાર રજૂઆતો થઈ છે જેમા કહ્યું છે હાલ કોરોના મહામારી ચાલે છે જેથી નગરપાલિકા યોગ્ય કામગીરી થઈ રહી નથી જેથી ચીફ ઓફિસરની કાયમી નિમણુંક કરવી, જ્યારે બીજી રજુઆત એવી છે કે શહેરમાં કોરોના ઝડપભેર ફેલાઈ રહ્યો છે અન્યો મોટા શહેરોમાંથી અનેક લોકો સિહોરમાં આવી રહ્યા છે જેથી દરેક વોર્ડમાં સર્વેલન્સ કામગીરી કરવામાં આવે, જ્યારે ત્રીજી રજુઆતમાં શાકભાજી વેપારીઓ અને પાનના ગલ્લા કેબિન ધારકોને તાકીદે સૂચના આપવામાં આવે તેમજ છેલ્લી અને અંતની રજુઆત સિહોર નગરપાલિકામાં ૧૪ માં નાણા પંચની કેટલી રકમની ગ્રાન્ટ આવેલ છે અને અત્યાર સુધીમાં કેટલી કુલ રકમ વપરાયેલ છે? કયાં કામે વપરાયેલ છે?નિયત ધોરણ કરતા અન્ય વપરાયેલ હોય તો તેની પણ માહિતી આપવાની માંગણી શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here