સિહોર સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા દેશના સૈનિકોને રાખડી મોકલવામાં આવી

દેવરાજ બુધેલીયા
સિહોર સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડના કાર્યક્રમ અંતર્ગત ઝોન સંયોજક ધવલ દવે, દિગ્વિજયસિંહ ગોહિલ, રાકેશભાઈ છેલાણા, જિલ્લા સંયોજક રાજેન્દ્રભાઈ વાઘોશી ની દેખરેખ હેઠળ પહેલી રાખી દેશ પ્રેમ કી પહેલી રાખી સૈનિક ભાઈ કઈ કાર્યક્રમનું આયોજન સોનલબેન જાનીના ઘરે રાખવામાં આવ્યું હતું. દેશની રક્ષા માટે સરહદે રાત દિવસ ફરજ બજાવતા સૈનિકો ની રક્ષા માટે સિહોરની સ્વામી વિવેકાનંદ મહિલા મંડળની બહેનો દ્વારા સંયોજક ધ્રુવ ભટ્ટને રાખડી અર્પણ કરીને દેશના સૈનિકોના આયુની રક્ષા માટે મોકલી દેવામાં આવી હતી અને બહેનો દ્વારા તેમના લાંબા આયુષ માટે પ્રાર્થના કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here