એક તરફ આજથી શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે મંદિર નજીક ઉકરડો? કેટલું વ્યાજબી તાકીદે હટાવો, લોકોમાં રોષ

દેવરાજ બુધેલીયા
એક તરફ કોરોના મહામારીને કારણે લોકો ભયભીત છે ત્યારે સિહોરના ભૂતનાથ મંદિર પાસે ઉકરડાના ઢગલા જોવા મળ્યા છે આજથી શ્રાવણ માસનો પ્રારંબ થયો છે ત્યારે શ્રધ્ધાળુ અને ભક્તોમાં રોષની લાગણી વ્યાપી છે સ્થાનિકોએ રજૂઆત કરી તાકીદે ગંદકી કચરો ઉકરડો હટાવવાની માંગ કરી છે સિંહોરના ભૂતનાથ મંદિર નજીક આવેલ પડતર સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણો કરીને સ્થાનિક લોકોએ ગંદકીભર્યો ઉકરડો ઉભો કરી દીધો છે.

લોકોના આરોગ્ય સાથે ચિંતાજનક ચેડાં થઈ રહ્યા છે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ઉભી થઇ છે અગાઉ અહીંના સ્થાનિક લોકોને તમામ નગરસેવકોને આ મામલે રજૂઆતો કરી છતાં આજ સુધી નિરાકરણ નહિ આવતા લોકોમાં પ્રબળ રોષ વ્યાપ્યો છે હાલ કોરોનાનો સમય છે ત્યારે રોગચાળો ફાટી ન નિકળે અને જેનો લોકો શિકાર ન બને તે માટે મુખ્ય અધિકારીઓ સુધી રજૂઆતો થઈ છે અને તાકીદે નિરાકરણની માંગ થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here