હર હર મહાદેવ : આજથી શરૂ ભક્તિની ધારા, સિહોર અને પંથકમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ

દેવરાજ બુધેલીયા
ભગવાન ભોળાનાથ મહાદેવ શિવજીને અતિ પ્રિય એવા શ્રાવણ માસ ભક્તિભાવ સાથે આજથી શરૂ, સિહોર શહેર પંથક અને જિલ્લામાં કોરોના મહામારીનો ચેપ સર્વત્ર ચિંતાજનક રીતે પ્રસરી ચૂક્યો છે ત્યારે ભીડવાળા કાર્યક્રમો તો નહીં થાય પણ ઘરમાં રહીને ભોળાનાથની ભક્તિ કરવામાં કોઈ અડચણ નહીં રહે. 

માત્ર એક લોટો જળ અને બીલીપત્ર ચડાવવાથી જે રીઝી જાય છે તેવા ભોળાનાથ ભગવાન શિવને ભજવાના અવસરરૂપ પવિત્ર શ્રાવણ માસનો સિહોર અને પંથકમાં આજથી પ્રારંભ થયો છે . કોવિડ -૧૯ ની ભયાવહતા વચ્ચે મંદિરોમાં નિયમ પાલન સાથે ભકિત ભાવ થઇ રહ્યો છે . મર્યાદિત લોકોની હાજરી સાથે શિવાલયોમાં ફુલોના શણગાર સાથે પૂજન અર્ચન દર્શનાર્થીઓએ કોરોનાથી સાવધ રહેવા સામાજીક અંતર જાળવવા અને મોઢે માસ્ક બાંધીને આવવા વિવિધ મંદિરો પર બોર્ડ લાગી ગયા છે .

તેમજ આ આવી પડેલ મહામારીમાંથી જન જનને ઉગારી લેવા અને બધાનું સ્વાથ્ય તંદુરસ્ત બને તેવી પર્થનાઓ ભગવાન શિવ સમક્ષ કરવામાં આવી હતી ઓગષ્ટ સુધીના શ્રાવણ માસમાં જ રક્ષાબંધન,  નાગપાંચમ, ટાઢી સાતમ કે શીતળા સાતમ,  જન્માષ્ટમી, અનેક પરંપરાગત મેળાઓ અને તા.૧૫ ઓગષ્ટના સ્વાતંત્ર્ય પર્વ પણ આવે છે. આ દરેક પર્વોત્સવો આમ તો સમુહમાં અને ખાસ કરીને મેળા, જન્માષ્ટમી રથયાત્રા, આઝાદી દિન ઉજવણી સહિતના કાર્યક્રમોમાં  અને સોમવારે શિવમંદિરોમાં ભારેથી અતિ ભારે ભીડ  દાયકાઓથી થતી રહી છે પરંતુ, આ વર્ષે આવા કાર્યક્રમો નહીં  ઉજવાય. જો કે સરકારી તંત્રે હજુ સુધી લોકમેળા અંગે કોઈ નિર્ણયો લીધા નથી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here