અનિસા પઠાણ કહે છે બાળક અને પરિવાર કરતા મારા માટે હાલ કોરોના દર્દીઓની સેવા જરૂરી છે, આપડે સૌ સંકટમાં છીએ કુદરત બધું સારું કરશે, અનિસાને દર્દીઓની સેવા કરવાનું ગણથુથીમાં મળ્યું છે એમના પિતા પણ અગાઉ સર્ટીમાં ફરજ બજાવતા હતા

સલીમ બરફવાળા
સિહોરની દીકરી અનિસા પઠાણ જેઓ પોતાના ૭ વર્ષના બાળકને ઘરે મૂકીને ભાવનગરના કોરોના વોર્ડમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે આ અંગે અનિસા પઠાણે કહ્યું છે કે હાલ સંકટની ઘડીઓ છે મારા પરિવાર અને મારા બાળક કરતા કોરોના દર્દીઓની સેવા એટલી જ જરૂરી છે આ મહામારી એક પડકાર છે પરંતુ કુદરત બધું સારૂ કરશે તેવું સિહોર દીકરી અને ભાવનગર કોરોના વોર્ડમાં કોરોનાગ્રસ્ત લોકોની સેવા કરતી અનિસા પઠાણે જણાવ્યું છે કોરોના કોરોના કોરોના આ કોરોનાએ તો લોકોને જીવવાનું હરામ કરી નાખ્યું છે.

કોરોના ની મહામારીને નાથવો એક પડકાર જરૂર  છે પરંતુ રાજ્ય પ્રશાસન અને તંત્ર કોઈપણ કચાસ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમ પણે તેનો પડકાર કરી રહ્યું છે. ભાવનગર હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઇની કામગીરી જેઓ સફળતાપૂર્વક વહન કરે છે એવા સેવકો તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. દર્દીઓ માટે ઈશ્વર સમાન એવા ડોક્ટર્સ અને નર્સની ફરજ નિષ્ઠા અને તેમનો સંવેદના પૂર્ણ અભિગમ પણ એટલો જ મહત્વનો છે.

હોસ્પિટલમાં મહત્વની જગ્યા પર ફરજ બજાવતા કેટલાય ડોક્ટર્સ અને નર્સ એક ઘડી આપને સ્તબ્ધ કરી દે તેવી છે. નિયત સમય કરતા હોસ્પિટલમાં સમય તો વધારે ફાળવે જ છે, પરંતુ તેમના પરિવારજનોની ચિંતા કે પરવા કર્યા વિના તેઓ કોવિઙ-૧૯ હોસ્પિટલમાં રોજ જાય છે. સિહોરની દીકરી અનિશા પઠાણ પણ અંગે કહે છે કે ‘આ રોગની ગંભીરતાનનો મને ખ્યાલ છે અને પરિવારનું જીવન પણ મહત્વનું છે, પણ પારિવારિક અને મારા બાળકની ખુશીઓના ભોગે પણ મેં આ દર્દીઓની સેવા કરવાનો અભિગમ અપનાવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટરો અને કામ કરતા નર્સ કોરોના વોર્ડમાં જઈને સતત દર્દીઓ સાથે વાતચીત કરે છે તેમની મુશ્કેલી સમજે છે. તેમની કોઈ જરૂરિયાત હોય તો એ પણ પુછે છે એટલું જ નહીં તેમની સાથે પેરામેડિકલ સ્ટાફ અને સેવકો પણ એટલી જ નિષ્ઠાથી આ કામ કરે છે ઉલ્લેખનીય છે કે અનિસાના પિતા ઈંદ્રિસભાઈ પણ સર્ટી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા કદાચ આવા સેવકોને કારણે ગુજરાત અને દેશ તેની સંસ્કારિતા ને બરકરાર રાખી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here