છોટા કાશી તરીકે રાજ્યભરમાં જાણીતા સિહોરમાં શ્રાવણ માસની શરૂઆત સાથે મંદિરો શિવમય બન્યા મંદિરો બહાર સરકારની ગાઈડ લાઈનના બોર્ડ લાગ્યા

બ્રિજેશ ગૌસ્વામી
શ્રાવણ માસની શરૃઆત થઈ ચુકી છે ત્યારે બીજી તરફ કોરોના મહામારી ચાલી રહી છે આ વખતે શ્રાવણ માસમાં ખૂબ સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ સાથે ભગવાન ભોળાનાથને મળવા ભકતો સેવા પૂજા કરવા વહેલી સવારથી પહોંચ્યા છે સિહોર સહિત રાજ્યમાં શ્રાવણ માસની શરૃઆત સોમવતી અમાસ તે એટલે કે સોમવારથી શ્રાવણ માસ શરૂઆત થઈ ચૂકી છે.

વહેલી સવારથી તમામ શિવાલયોમાં બીલીપત્ર, જલાભિષેક, પૂજા અર્ચન, મંત્રોચ્ચાર, દીવસભર મહાદેવના નાંદ શિવાલયો ગૂંજી ઉઠે છે વહેલી સવારથી ભાવિક ભક્તો કોરોના મહામારીની આ પરિસ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સ, મોઢે માસ્ક પહેરીને સરકારની ગાઈડલાઈનનું ધ્યાન રાખીને ભાવિક ભક્તો પૂજા અર્ચન કરવા પહોંચી જાય છે શ્રાવણ મહિનામાં પૂજા દરમિયાન શિભક્તો સોશિયલ ડિસ્ટન્સ સહિતની સૂચનાઓનું પાલન કરવા ઠેકઠેકાણે બેનર લગાવ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here