અગ્રણી આગેવાનોની હાજરીમાં નાતાલ પર્વે કાર્યક્રમનું આયોજન, વિધાર્થી બાળકોએ એટલો જબરદસ્ત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો કે ઉપસ્થિત સૌ કોઈને દંગ રાખી દીધા

બ્રિજેશ ગૌસ્વામી
સિહોરના રાજકોટ રોડ પર આવેલી સેન્ટ મેરી ઇંગ્લિશ સ્કૂલ ખાતે નાતાલ પર્વની ઉજવણી થઈ છે અહીં સંસ્થામાં નાતાલ ક્રિસમસનું પર્વ દર વર્ષે ઉજવાય છે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતું અહીં ખાસ શંખનાદ સંચાલક અને યુવા લોક નેતા મિલન કુવાડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપપ્રાગટય થી કરવામાં આવી હતી ત્યારે બાદ સંસ્થાના સંચાલકો દ્વારા ઉપસ્થિત અગ્રણીઓને શબ્દોરૂપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત આગેવાનો અને સંસ્થાના સંચાલકોએ કાર્યક્રમને અનુલક્ષી ઉદબોધન કર્યું હતું અને સંસ્થાની કાર્યશૈલી પદ્ધતિ અને શેક્ષણિક બાબતે સેન્ટ મેરી સ્કૂલને બિરદાવી હતી.

ક્રિસમસ કાર્યક્રમને લઈ વિધાર્થી બાળકોએ જબરદસ્ત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો બાળકોએ એટલી સુંદર કૃતિઓ રજૂ કરી હતી કે ઉપસ્થિત સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી બિરદાવી હતી અહીં કૃતિ રજૂ કરનાર વિધાર્થી બાળકોને ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે ઇનામો આપીને બિરદાવવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા સેન્ટ મેરી સ્કૂલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના શંખનાદ સંચાલક લોક યુવા લોકનેતા મિલન કુવાડિયા સાથે નાયબ મામલતદાર મોરી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંચાલકો દ્વારા ઉપસ્થિત સૌ કોઈનો લાગણીસભર આભાર વ્યક્ત કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here