શ્રાવણ માસ નિમિતે સિહોરના કૃષ્ણ યુવક મંડળ દવારા રાહતદરે ફરાળી કચોરીનું વેચાણ શરૂ, સતત એકમાસ વેચાણ થશે

હરેશ પવાર
પવિત્ર શ્રાવણ માસ નિમિતે સિહોર કૃષ્ણ યુવક મંડળ ગણેશ ઉત્સવ સમિતી દ્વારા દર વર્ષ ની માફક આ વર્ષે પણ તદ્દન રાહતદરે ફરાળી કચોરીનું વેચાણ શરૂ કર્યું છે કૃષ્ણ યુવક મંડળ દ્વારા દર વર્ષે ફરાળી કચોરીનું સસ્તાભાવે વેચાણ કરવામાં આવે છે શુદ્ધ તેલ સ્વાદિષ્ટ ફરાળી કચોરી બનાવવાનું આયોજન એક મહિના સુધી થતું રહે છે અન્ય ફરસાણ વેપારીઓ બેફામ ભાવો આશરે રૂપિયા ૧૬૦ કે ૧૮૦ લેતા હોય છે પરંતુ અહીં ૧૦૦ રૂપિયા કિલો આપવામાં આવે છે દરેક લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here