હે ભીમનાથ દાદા રક્ષા કરજો : સિહોર નવનાથ પૈકી ભીમનાથ જવાના રસ્તાની તસ્વીર જોઈ લ્યો : શાસકો માટે શરમજનક

હરેશ પવાર
એક તરફ કોરોનાથી લોકો રીતસર ફફડે છે અને બીજી બાજી ભક્તિભાવ સાથે શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે જેમાં નવનાથ દર્શનનું મહત્ત્વ ખૂબ રહેલું છે સમગ્ર રાજ્યમાંથી દર્શનાર્થે લોકો મોટી સંખ્યામાં આવતા હોઈ છે તસવીરમાં એકાદ ડોક્યુ કરો તો ખ્યાલ આવશે કે ધાર્મિક સ્થાનો માટે શાશકો કેટલી કાળજી લે છે નવનાથ પૈકી ભીમનાથ મંદિર જવાનો માર્ગ એકદમ કચરાથી ભરેલો દેખાઈ છે ગંદકીથી ખદબદતો દેખાઈ છે ત્યારે બહારથી દર્શન કરવા માટે આવતા લોકોની સ્થિતિ કપરી બને છે.

એક તરફ કોરોનાથી લોકો ફફડે છે અને બીજી બાજુ આ ગંદકી અને ગટરનું પાણીના કારણે કોરોનાની મહામારીમાં વધુ દહેશત રહે છે જે શાશકો માટે અતિ શરમજનક છે એક બાબત અહીં સ્પષ્ટ છે કે આ શાસકોમાં પ્રજાલક્ષી કામોની બહુ અપેક્ષાઓ રાખવા જેવી નથી વિપક્ષ ઘણી વાર કહે છે એમ અહીં બોડી બમણીનું તાનાશાહી રાજ છે ત્યારે હે ભીમનાથ દાદા શહેરના પ્રત્યેક નાગરિકની રક્ષા કરજો..કારણકે આ જાડી ચામડીના શાશકોને આખે આ ગંદવાડો નહિ દેખાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here