સિહોર ખાતે તાલુકા શિક્ષક મહાસંઘની બેઠક મળી, વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર તાલુકામાં રાષ્ટ્રીય શિક્ષક મહાસંધ પ્રાથમિક સંવર્ગ ની બેઠક નું આયોજન કરવામાં આવેલ જેમાં રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ ગુજરાત પ્રાંત સંગઠનમંત્રી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ સભ્યશ્રી ભાવિનભાઈ ભટ્ટ, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ ગુજરાતના સૌરાષ્ટ્ર સંભાગ સંગઠનમંત્રી મહેશભાઈ મોરી, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના જિલ્લા કાર્યવાહ વિપુલભાઈ જોશી,કેળવણી નિરીક્ષક નિલેશભાઈ નાથાણી, સ્કુલ ઈન્સ્પેકટર મનહરભાઈ ઉલવા, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ ના ભાવનગર જિલ્લા ના પ્રતિનિધિ અશોકભાઈ ઉલવા, રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ પાલીતાણા ના સંયોજક જીજ્ઞેશભાઈ મકવાણા, રણજીતસિંહ ચૌહાણ,સિહોર ના વિક્રમસિંહ ગોહિલ, અમરસંગભાઈ નકુમ,તારીફભાઈપીલુડિયા, મેહુલભાઈ પટેલ, દિલીપભાઈ ચૌહાણ,વિજયભાઈ,કીર્તિભાઈ વગેરેની ઉપસ્થિતિમાં મળેલ.

જેમાં બેઠક ની શરૂઆત ૐ કાર ના નાદ અને કોરોના મહામારી માં પોતાના પ્રાણ ની આહુતિ આપનાર કોરોનો વોરિયર્સ ના માનમાં ૨ મિનિટ મૌન પાળવામાં આવેલ.ત્યારબાદ ભાવિનભાઈ ભટ્ટ, અને મહેશભાઈ મોરી એ સંગઠન નો પરિચય,કાર્યશૈલી, શિક્ષકોના પડતર પ્રશ્નો,તેના નિરાકરણ માટેના સુજાવ,એચ ટાટ કેડર ના ના વિવિધ પ્રશ્નો ની રજૂઆત સંબધી માર્ગદર્શન આપેલ.જેમાં રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંધ સિહોર ના સંયોજક અને સહ સંયોજક તેમજ કે.વ.શાળા પ્રમાણે વાલીની વરણી કરી કારોબારીની રચના કરવામાં આવેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન દીપભાઈ ચુડાસમા દ્વારા કરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here