સિહોર શહેર સાથે પંથકમાં ચિંતાજનક રીતે કોરોના આગળ ધપી રહ્યો છે, લોકોએ સ્વયંભૂ સાવચેતી જરૂરી છે

હરેશ પવાર
સિહોર શહેર અને વિસ્તારમાં કોરોના કેસો લઈ ઉચ્ચ અધિકારીઓની ટિમ સિહોર દોડી આવી છે આજરોજ સિહોર નગરપાલિકા વિસ્તાર માં કોરોના પોઝીટીવ કેસોને લઈ “હોમ કોરોન્ટાઈઝ” તેમજ પોઝીટીવ કેસોનાં પરિવારજનોની વિવિધ વિસ્તારમાં કન્ટેઈઝમેન્ટ વિસ્તારમાં ભાવનગર રિજયોનલ કમીશનર નિરગુડે,એડી.કમી.ડામોર,ચિફ ઓફિસર વ્યાસ, સિહોર ચિફ ઓફિસર જે.એલ.દવે,એન્જીનીયર નિતિન પંડયા કોરોના સ્ટો.અધિકારી વિજય વ્યાસ, સેનેટરી અધિકારી સમીર દવે,અર્બન હેલ્થ કચેરી નાં ડો.પુજાબા ગોહિલ, સાજનભાઈ સહિતનો કાફલો કન્ટેઈઝમેન્ટ વિસ્તારોમાં મુલાકાત લીધી હતી.

પોઝીટીવ કેસોનાં દદીઁ તેમજ પરિવાર ની કોઈ તકલીફ હોય તો તાત્કાલિક જાણ કરવી.આ સાથે ટાવરચોક પાસે પાલિકા દ્રારા ચેકપોસ્ટ સહિત અને થમઁલગન થી ચેકીંગ સહિતની કામગીરી નોંધ લીધી હતી. કોરોના તાંડવ રોકવા માટે પોઝીટીવ કેસો ન આવે તે માટે નગરપાલિકા ચિફ ઓફિસર, આરોગ્ય ટીમ સાથે ગંભીર ચચાઁ કરવામાં આવેલ અને માસ્ક વગરનાં સામે કડક કામગીરી ની સુચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here