સિહોર ભાવનગર સાથે પાલીતાણા ઘોઘા વિસ્તારોમાં વરસાદના વાવડ, લાંબા સમય બાદ મેઘરાજાની પધરામણીથી લોકો ખુશખુશાલ, ખેડૂતોમાં આંનદ, ગરમીથી લોકોને છુટકારો

બ્રિજેશ ગૌસ્વામી
સિહોર શહેર અને પંથકમાં આજે બપોર બાદ એકા એક વાતાવરણમાં પલ્ટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો હળવાથી ભારે વરસાદી ઝાપટાઓ પડ્યા હતા બીજ બાજુ ભાવનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ આજે ફરી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભાવનગર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થતા ગરમીથી ત્રસ્ત લોકો ખુશ થયા હતા.

સિહોર, પાલિતાણા, ઉમરાળા સહિતના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.ભાવનગરમાં સાંજના છ વાગ્યા સુધીમાં ૪૨ મીમી સિહોરમાં ૪ મીમી પાલિતાણામાં ૬ મીમી અને ઘોઘામાં ૪ મીમી વરસાદ નોંધાયો છે.અસહ્ય ગરમી અને બફારાને કારણે શહેરીજનો અકળાયા હતા. ત્યારે અચાનક જ વરસાદ વરસતા લોકો ન્હાવા માટે રસ્તા પર નીકળ્યાં હતા. જ્યારે વીરપુરમાં પણ ધોધમાર વરસાદથી રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા.

તેમજ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી છે. વરસાદથી ખેડૂતોએ વાવેલી મગફળી અને કપાસના પાકને ફાયદો થશે. ભાવનગર શહેર પરતો હેત વરસાવ્યું હતું બીજી બાજુ સિહોર પંથકના મોટાભાગના ગામોમાં પણ વરસાદના અહેવાલો પ્રાપ્ત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here