શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ ફ્રૂટની કિંમતમાં સામાન્ય દિવસોની સરખામણીએ કરતા વધારો

દેવરાજ બુધેલીયા
તપ-જપ અને તહેવારોના ત્રિવેણી સંગમ સમાન શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે. સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ફૂલોની માગમાં ખૂબ જ વધારો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે કોરોના વાયરસને પગલે ફૂલોની માગમાં ઘટાડો નોંધાયો છે. મોટાભાગના મંદિરોમાં આ વખતે અભિષેક-ગર્ભગૃહમાં પૂજા કકરવાની મનાઇ હોવાથી  ફૂલની માંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બીજી તરફ શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ફ્રૂટની કિંમતમાં વધારો નોંધાયો છે. દર વર્ષે ફૂલોની માંગ વધતા ભાવમાં વધારો થાય છે.

પરંતુ આ વખતે માંગ વધવાને કારણે નહીં પણ માલ ઓછો હોવાને કારણે ભાવમાં વધારો નોંધાયો છે સિહોરના મેઈન બજારમાં આવેલા ફૂલ બજારના વેપારીઓના મતે દર વર્ષની સરખામણીએ આ ઓછી ઘરાકી છે. સામાન્ય રીતે શ્રાવણ માસમાં પૂજાપા માટે ફૂલોની ખરીદીના પ્રમાણમાં વધારો થાય છે. જેના કારણે ફૂલોની કિંમતમાં પણ વધારો કરવામાં આવે છે. આ વખતે ફૂલોનો ઓછો પાક અને કોરોનાને કારણે ભાવમાં વધારો નોંધાયો છે. દર વર્ષે શ્રાવણ માસ ઉપરાંત નવરાત્રિ-દિવાળી દરમિયાન પણ ફૂલોની કિંમતમાં વધારો થાય છે.

જોકે, પ્રવર્તમાન સ્થિતિ યથાવત્ રહી તો નવરાત્રિ-દિવાળી દરમિયાન પણ ફૂલોની માગમાં શ્રાવણ માસ જેવો ઘટાડો રહેશે સામાન્ય રીતે શ્રાવણ માસ દરમિયાન ફ્રૂટની કિંમતમાં સામાન્ય દિવસોની સરખામણીએ વધારો થઇ જ જતો હોય છે. પરંતુ આ વખતે કોરોનાને પગલે ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતાં ફ્રૂટની કિંમત વિશેષ વધારો થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here