ફી નહી વસુલવાના નિર્ણયના વિરોધમાં હજારો વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ બીજી તરફ શિક્ષકોએ પણ નવી રોજગારી શોધવી પડશે

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાની મહામારીના કારણે રાજયના શિક્ષણ વિભાગે શાળાની ફી નહીં વસુલવાનો આદેશના વિરોધમાં શાળા સંચાલક મંડળ દ્વારા જયાં સુધી આ આદેશ પાછો નહીં ખેંચાઇ ત્યાં સુધી અચોક્કસ મુદત સુધી સિહોર સાથે જિલ્લાની ૩૨૫ શાળાઓ બંધ રાખવાની સાથે જ હાઇકોર્ટના દ્વાર ખખડાવવાનો નિર્ણય લેવાયો છે. હજારો  વિદ્યાર્થીઓ ઓનલાઇન શિક્ષણથી વંચિત રહેશે. તો મોટી સંખ્યામાં શિક્ષકો બેકાર બનશે. રાજયના શિક્ષણ વિભાગના આ પરિપત્રને લઇને તાબડતોડ શાળા સંચાલક મંડળની અગત્યની બેઠક ગઇકાલે મળી હતી.

આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રાજય સરકાર જણાવે છે કે ઓનલાઇન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી. તો પછી ઓનલાઇન શિક્ષણ એ અવાસ્તિવક શિક્ષણ હોય તો આપવુ યોગ્ય નથી. દેશની ૧૬ થી વધુ હાઇકોર્ટે આદેશો આપ્યા છે કે ઓનલાઇન શિક્ષણ એ જ માત્ર વર્તમાન વિકલ્પ છે. અને તેને પુરૃ પાડનાર શાળાઓએ શિક્ષણ ફી લેવી જોઇએ. તેથી સરકારના આદેશથી નારાજ થઇને મંડળે હાઇકોર્ટના દ્વાર ખખડાવવાનું નક્કી કર્યુ છે. રાજય સરકાર આ આદેશ પાછો નહીં ખેંચે ત્યાં સુધી શાળાઓ તમામ પ્રકારની  શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે વહીવટી કામગીરી આજે ગુરુવારથી અચોક્કસ મુદત માટે બંધ કરી છે.

આ આદેશથી કોરોના ની મહામારીમાં ફીને લઇને લડત ચલાવનારા વાલીઓમાં ખુશીનું મૌજુ ફરી વળ્યુ છે. તો બીજી તરફ સિહોર શહેર અને જીલ્લાના શાળા સંચાલક મંડળમાં સમાવિષ્ટ ૩૨૫ શાળામાં ભણાતા લાખ્ખો વિદ્યાર્થીઓ આજથી ઓનલાઇન શિક્ષણ થી વંચિત થયા છે સાથે જ આ વિદ્યાર્થીઓને ભણાવતા હજ્જોરો શિક્ષકો કોરોના જેવી મહામારીમાં બેરોજગાર બનશે.અને નવી રોજગારી શોધવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here