મામલતદાર ઓફીસ ખાતે સવારે મળેલી તંત્ર અને વેપારીઓ વચ્ચેની બેઠકમાં નિર્ણય, હવેથી ૩ વાગ્યા સુધી ખુલ્લું રાખવા અનુરોધ,

અહીં બંધ કરાવવા કોઈ બળજબરી નહિ કરી શકે.. વેપારીઓ સ્વૈચ્છિક પોતાની રીતે પોતાનો રોજગાર બંધ કરી શકશે

હરેશ પવાર બ્રિજેશ ગૌસ્વામી
છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી સિહોર શહેર સહિત જિલ્લાભરમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. તેમાંય સિહોર શહેરમાં કોરોનાનો વ્યાપ વધતા બપોરના ૩ વાગ્યા સુધી ધંધા રોજગાર શરૂ રાખવા નિર્ણય કરાયો છે આજે સવારે સિહોર મામલતદાર કચેરી ખાતે સિહોર મામલતદાર અને નગરપાલિકા પ્રમુખની અને પોલીસ અધિકારીની ઉપસ્થિતતીમાં વેપારીઓ વચ્ચે એક બેઠક મળી હતી બેઠકમાં વેપારીઓને સવારના ૬.૦૦ થી બપોરના ૩.૦૦ કલાક સુધી જ વેપાર-ધંધો ચાલુ રાખી સ્વૈચ્છિક લોકડાઉન કરવા અનુરોધ કરાયો છે.

સિહોર શહેર અને પંથકમાં છેલ્લા એક સપ્તાહથી કોરોના વાયરસનો પ્રકોપ વધ્યો છે. લોકલ સંક્રમણને લઈ કોરોનાના પોઝીટીવ કેસોમાં વધારો થયો હોઈ કોરોના સંક્રમણને અટકાવવા માટે સિહોરના વેપારીઓની તંત્ર સાથે મળેલી બેઠકમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન પાળી કોરોનાની લડતમાં સહકાર આપવા તંત્ર દ્વારા પણ અનુરોધ કરાયો છે.

વેપારી મંડળના સંચાલકો દ્વારા જાહેર જનતાને પણ સહયોગ આપવા અનુરોધ કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ નિર્ણય માત્ર સ્થાનિક તંત્ર અને વેપારીઓ દ્વારા લેવાયો છે વેપારીઓને પોતાના ધંધા રોજગાર બંધ કરવા કોઈ બળજબરી નહિ કરી શકે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here