છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં રહેલા ભીમનાથ ચેકડેમ પર આખરે પાલિકાએ જીસીબી ફેરવી દીધું, પાળો તોડી નાખ્યો, હવે ગંદકી નહિ થાય

દેવરાજ બુધેલીયા
સિહોરની સમસ્યાઓ માટે શંખનાદ હંમેશા અગ્રેસર રહ્યું છે પ્રજાના પ્રશ્નો અને અવાજ બેખોફ રીતે તંત્ર અને વહીવટકર્તાઓ સુધી પોહચાડયા છે સિહોરના ટાણા રોડ નજીક આવેલ ભીમનાથ ચેકડેમ પાસે અતિ ગંદકી અને ગટરના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા છેલ્લા થોડા દિવસોથી ચેકડેમ તોડી પાડવાનો મામલો ખૂબ ચર્ચામાં રહ્યો.

અગાઉ નગરસેવક અને સ્થાનિકોએ ચીફ ઓફિસરને રજુઆત કરી તાત્કાલીક ગટરના પાણીનો નિકાલ કરવાની માંગ કરી હતી.બીજા દિવસે તંત્રએ કામગીરી પણ કરી હતી સ્થિતિ સુધરી ન હતી ફરી ત્યાં ગટરના પાણી ભરાયા હતા શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે.

ત્યારે લોકોની લાગણીને ધ્યાને રાખી શંખનાદ દ્વારા પરમ દિવસે ભીમનાથ દાદા રક્ષા કરજો અહેવાલ લોકો સમક્ષ મુક્યો હતો જે અનુસંધાને આજે સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા ભીમનાથ ચેકડેમ તોડી પાડીને ગટરનો નિકાલ કરાયો છે ચેકડેમ પર જેસીબી ફેરવી દઈને પાળાને તોડી પડાયો છે અને ગંદકી અને ગટરના પાણીનો નિકાલ કરાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here