સિહોર ગોપાલ લેબોરેટરી અને આશુતોષ ગોરડીયાના જન્મ દિવસના સંયુક્ત ઉપક્રમે દ્વારા રક્તદાન કેમ્પ

દેવરાજ બુધેલીયા
કોરોના ની મહામારીમાં બ્લડ બેંકોમાં રક્તની અછત ઉભી થવા પામી છે. જેને લઈને ખાસ કરીને થેલેસેમિયા બાળકોને માટે ભારે મુશ્કેલીઓ ઉભી થવા પામી હતી. સિહોરમાં ગોપાલ લેબોરેટરી અને આશુતોષ ગોરડીયાના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું માળી પાર્ટી પ્લોટ ખાતે આજે આયોજન કરવામાં આવ્યું હતું. કોવિડ ૧૯ ની સરકારની ગાઈડલાઈન નું સંપૂર્ણ પાલન કરીને રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું.

મહામારી ની સ્થિતિ માં રક્તદાતાઓ રક્ત આપવા માટે હોસ્પિટલમાં જઈ શકતા નથી એવા સમયમાં આવા કેમ્પો દ્વારા લોકોને પ્રેરણાદાયી કાર્ય કરી રહ્યા છે આશુતોષભાઈ ગોરડીયા ના જન્મદિવસ નિમિત્ત આપણું સિહોર બ્રોડકાસ્ટ ગ્રુપ અને ગોપાલ પેથોલોજી લેબ સિહોર અને સર.ટી. બ્લડ બેંક ના સહયોગથી છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here