દસ દિવસથી ઘટના બની છે કૃત્ય કરનાર પોલીસને હાથ લાગતા નથી માવજી સરવૈયાએ કહ્યું આવતા દિવસોમાં જીગ્નેશ મેવાણી મુલાકાત લેશે ભાવનગર કલેકટર કચેરી સુધી પદયાત્રા યોજાશે

હરેશ પવાર
સિહોરમાં મેઈન બજારમાં આવેલ આંબેડકર ચોકમાં આવેલ ડો બાબા સાહેબ આંબેડકર પ્રતિમાનું કોઈ અજાણ્યા શખ્સો દ્વારા તા.૧૩/૭ ના રોજ અપમાન કરનાર દલિત સમાજની લાગણી દુભાઈ છે ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સિહોરની મુલાકાતનો તખ્તો તૈયાર થયો છે અને સિહોર બાબા સાહેબ પ્રતિમાથી લઈ જિલ્લા કલેકટર કચેરી સુધી પદયાત્રાનું આયોજનની તૈયારીઓ શરૂ થઈ છે.

ગત તા ૧૩/ ના મોડી રાત્રીના સમય ગાળા દરમ્યાન કોઇ અજાણ્યા ઇસમો દ્વારા સિહોર મેઈન બજાર માં આવે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઉપર પ્લાસ્ટિકની ઉંધી ડોલ મૂકી અને તેની બાજુમાં ઈંગ્લીશ દારૂની ખાલી બોટલ પણ મૂકવામાં આવી હતી જેને લઈ સિહોર દલિત સમાજમાં ભારે રોષ ઉભો થયો હતો બનાવને લઈ પોલીસે પણ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવને દસ દિવસ થયા હોવા છતાં પોલીસ ઘટનાના મૂળ સુધી પોહચી નથીં ત્યારે દલિત આગેવાન અને વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની સિહોરની મુલાકાતનો તખ્તો ગોઠવાયો છે અને બનાવને લઈ સિહોરથી ભાવનગર કલકેટર કચેરી સુધી પદયાત્રાનું આયોજન થનાર હોવાનું દલિત અગ્રણી માવજી સરવૈયાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here