કોરોનાના કેસો વધતા ગઈકાલે સ્વૈચ્છાએ નિર્ણય લેવાયો, ૩ વાગ્યા પછી વેપાર ધંધા સ્વૈચ્છિક બંધ રહ્યા

બ્રિજેશ ગૌસ્વામી

સિહોર સાથે પંથકમાં કોરોનાના ઝડપભેર કેસો વધી ગયા છે. જે ચિંતાજનક હોવાની સાથોસાથ ખતરારૃપ છે. સિહોર પણ કોરોનાનો આંક ૮૫ને પાર કરી જતા હવે લોકોએ જ સ્વૈચ્છાએ જાગૃત થવુ પડશે. કોરોનાના કેસો વધતા હોવાથી સિહોરના વેપારી અને તંત્ર વચ્ચે ગઈકાલે બેઠક મળી હતી જેમાં ૩ વાગ્યા પછી સ્વૈચ્છિક બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો વેપારી મંડળો, એસો સ્વૈચ્છિક જાગૃત થયા છે અને સમયમાં ફેરફાર કરતા થયા છે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે જ અડધો દિવસ દુકાનો ખૂલ્લી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

જે આજથી અમલમાં મુકાયો છે અને આજ બજારો બપોર પછી વેપાર ધંધાઓ બંધ રહ્યા હતા બીજી તરફ વેપારી સૂત્રોના જણાવ્યા અનુસાર કોરોનાના કહેરના કારણે આમપણ બજારમાં લોકો બહુ ઓછા નિકળવાનું પસંદ કરે છે. કામ સિવાય કોઈ બજારમાં ફરકતું નાથી. માટે બજારમાં સવારે અને સાંજે બે-બે કલાકને બાદ કરતા સુમસામ માહોલ જ હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here